હાથ-પગ વગર જન્મેલી આ માસૂમ બાળકીને અમદાવાદ સિવિલ ના ડોકટરો એ ભગવાન ના રૂપ માં ચમત્કારિક રીતે બચાવ્યો જીવ… આ 11 વર્ષીય વિધાતાને ભણવાનો તેમજ શાળાએ જવાનો ખુબ જ શોખ છે. તે ભણવામાં તેજસ્વી પણ છે. પરંતુ ખોડના કારણે તેનું ધ્યાન હંમેશા વિકલાંગતા ઉપર જતું હતું. સિવિલ હોસ્પિટલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો તેના માટે દેવદૂત સમાન બન્યા છે.
ડૉક્ટરોએ વિધાતાને એવા યુનિક પગ બનાવી આપ્યા છે જેના કારણે તે એક મહિનામાં જ પગે ચાલી શકશે. વિધાતાનું એક માત્ર મોટુ સપનું ચાલતા સ્કૂલે જવાનું છે. બાળકીની ઉંમર નાની હતી અને તેના પિતાએ સર્જરી કરવાની પરવાનગી આપી ન હતી.
વિધાતા કહે છે કે, ચાલવાની મારી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ હું ચોટીલા ચામુંડા માંના પગે લાગવા હું ચાલીને જઈશ. આવતા જન્મમાં વિકલાંગતા ના આવે તે માટે મારે કથાકાર બનવું છે અને ભગવાન શિવની આરાધના કરવી છે.
ડોકટરના જણાવ્યા મુજબ, 11 વર્ષના મેડિકલ પ્રેક્ટિસમાં આવો પ્રથમ કેસ જોયો છે જેમાં દર્દીને જન્મતાની સાથે જ બંને હાથ અને બંને પગ વિકસ્યા જ નથી. ડૉક્ટરોએ 23 એપ્રિલે વિધાતાને પગ બનાવીને આપ્યા છે ત્યારથી તે ચાલવા માટે ઉતાવળી બની છે.
એવી સ્થિતિમાં બાળકીને ચાલતી કરવી ચેલેન્જિંગ હતું. બાળકીએ ચલાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ડૉક્ટરે કહ્યું કે, હાલ વિધાતાની ઉંચાઈ 1.5 ફૂટ છે અને 2.5 ફૂટના પગ પહેરાવ્યા બાદ તે ઊભી થશે ત્યારે તેની ઉંચાઈ 4 ફૂટ થશે. સમયાંતરે લીંબની ઉંચાઈમાં ફેરફાર કરવામાં આવશે.