રવિન્દ્ર જાડેજા બાદ હવે આ ખેલાડી પણ ટીમની કેપટનશીપ છોડશે? દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં શનિવારે સાંજે વિચિત્ર સમાચાર સાંભળવા મળ્યા, સીએસકે ના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા એ અચાનક સિઝનની વચ્ચે જ પોતાની ટીમને કેપ્ટનશીપ છોડી દીધી.
જાડેજાની જગ્યા એકવાર ફરીથી મહેન્દ્ર સિંહ ધોની એ લઇ લીધી છે. જાડેજાની કેપ્ટનશીપમાં સીએસકેની ટીમ આ સિઝનમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે, જોકે, હવે સમાચાર છે કે બીજો પણ એક એવો કેપ્ટન છે જેને ટીમની નાવ ડુબાડી દીધી છે, અને તે પણ આઇપીએલમાંથી કેપ્ટનશીપ છોડી શકે છે.
જેવી હાલત જાડેજાની છે એવી જ હાલત હાલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલ ની છે. મયંક આ સિઝનમાં પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે, અને પરંતુ સ્ટાર ખેલાડીઓથી ભરેલી પંજાબની ટીમ કંઇક ખાસ નથી કરી રહી.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. મહત્વની વાત એ છે કે જૂના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને આ જવાબદારી પાછી આપવામાં આવી છે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને આ ઘટનાક્રમની જાણકારી આપી છે. ધોનીએ વર્તમાન IPL સિઝન શરૂ થાય તે પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર જાડેજાએ કેપ્ટનશીપ છોડીને ધોનીને જવાબદારી સોંપી છે. ચેન્નાઈના ચાહકો માટે આ ખુશીની વાત હોઈ શકે છે.
આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની ટીમ ટેબલમાં નવમા સ્થાને છે.