જાડેજા એ અચાનક કેપટનશીપ છોડી દેતા સહેવાગ એ કહી દીધું એવું કે…. સાંભળતા વિશ્વાસ પણ નઈ આવે

0

જાડેજા એ અચાનક કેપટનશીપ છોડી દેતા સહેવાગ એ કહી દીધું એવું કે… ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને મોટા સમાચાર ગઇરાત્રે આવ્યા, આઇપીએલની સીએસકે ફ્રેન્ચાઇજીના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી અને ફરી એકવાર ધોનીના હાથમાં આવી ગઇ છે.

ટૂર્નામેન્ટ શરૂ થતાંની ઠીક પહેલા ધોનીએ સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી હતી, અને જાડેજાને ટીમને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ અડધી ટૂર્નામેન્ટમાં વચ્ચે જ ફરીથી ધોની કેપ્ટન બની ગયો છે. આ વાતને લઇને ક્રિકેટ દિગ્ગજોમાં તર્ક વિતર્ક છે, હવે આ મામલે ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે મોટુ નિવેદન આપ્યુ છે.

પૂર્વ દિગ્ગજ વિરેન્દ્ર સહેવાગે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે, અમે પહેલા દિવસથી જ એ વાત કરી રહ્યાં છીએ કે ધોની વિના ચેન્નાઇની ટીમનો હાલ ખરાબ થશે. સહેવાગ ઉપરાંત ઇરફાણ પઠાણ, પાર્થિવ પટેલ સહિત અનેક સ્ટારે આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

સહેવાગે ક્રિકબઝને કહ્યું કે અમે પહેલા દિવસથી જ કહી રહ્યાં છીએ કે જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન નહીં હોય, તો ચેન્નાઇનુ કંઇજ નથી થઇ શકવાનુ. ખેર દેર આયે દુરસ્ત આયે… હવે તેમની પાસે પણ મોકો છે, હવે એક મોટો ફેરફાર થશે. વળી, ઇરફાન પઠાણે ટ્વીટ કરીને કહ્યું કે જાડેજાની ફિલિંગ સમજી શકીએ છીએ, આશા છે તેની રમત પ્રભાવિત ના થઇ હોય.

સહેવાગની સાથે અજય જાડેજાએ પણ કહ્યું કે, મને નથી લાગતુ કે સીએસકે પાસે બીજો કોઇ ઓપ્શન હોય, જ્યારે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામા આવી હશે ત્યારે પણ તેમની પાસે કોઇ ઓપ્શન નહીં હોય, જો ધોની કોઇ ટીમમાં છે તો તેને કેપ્ટન બનાવવો જોઇએ, મે આ વાત વર્ષ 2019ના વર્લ્ડકપ દરમિયાન કહી હતી. મને લાગે છે કે આ વાતથી ક્યાંક ને ક્યાંક જાડેજા પણ ખુશ નહીં હોય, આ તેમના ખભે હકીકતમાં એક મોટો બોઝ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed