KGF 3 ને લઈને રોકીભાઈએ કર્યો મોટો ખુલાસો: રોકી ભાઈના પ્રશંસકો હવે કેજીએફ 3ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. યશની ફિલ્મ કેજીએફના ત્રીજા પાર્ટની વાત સામે આવી છે ત્યારબાદ તેના પ્રશંસકો ખૂબ ખુશ થયા છે. કેજીએફ 2ના રોકી ભાઈ એટલેકે અભિનેતા યશે હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન કેજીએફ 3ને લઇને ઘણા મોટા ખુલાસા કર્યા છે.
જેમાં ફિલ્મ ક્યારથી બનશે થી લઇને ફિલ્મમાં કયા-કયા સીન હશે આ બધી બાબતોનો ઉલ્લેખ છે. યશે એક ઈન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું, મેં અને ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે કેજીએફ ચેપ્ટર 3 માટે ઘણા બધા સીન્સ વિચાર્યા છે.
એવી ઘણી બધી વાત હતી જે અમે ચેપ્ટર 2માં કરી શક્યા નથી. તેથી અમે જાણીએ છીએ કે ઘણી બધી શક્યતાઓ છે. ઘણા સારા સીન છે. પરંતુ આ માત્ર વિચાર છે અને અત્યાર માટે તેને અહીંથી છોડી દીધુ છે. યશના ઈન્ટરવ્યુ પહેલા ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે પણ અમુક આવી વાતો કહી હતી.
14 એપ્રિલે રિલીઝ થયેલી યશની ફિલ્મ જ્યારથી બોક્સ ઑફિસમાં આવી છે ત્યારથી ચાહકો આ વિચારવા લાગ્યા છે કે કેજીએફ 3માં શું થવાનુ છે. તો ચાલો જાણીએ છીએ કે કેજીએફ 2ના પોસ્ટ ક્રેડિટમાં એવુ શુ હતુ, જેને લઇને આટલી ચર્ચા થઇ રહી છે.
આ સીનમાં ડાયરેક્ટર પ્રશાંત નીલે ફિલ્મના ત્રીજા ભાગની ઝલક બતાવી હતી. ત્યારબાદ ચાહકોના મનમાં સવાલ છે કે કેજીએફ: ચેપ્ટર 3માં સીઆઈએની એન્ટ્રી બાદ શું થશે? ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં યશની સાથે-સાથે રવીના ટંડન અને સંજય દત્તે પણ મુખ્ય પાત્ર ભજવ્યું છે.