સ્પોર્ટ્સ

IPL 2022 માં પહેલી વખત થઈ અનહોની… લોકો જાણતા જ દંગ રહી ગયા

IPL 2022નાં 40માં મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે એક રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં છેલ્લા બોલ પર સિક્સર ફટકાર્યા બાદ ગુજરાતે 5 વિકેટથી જીત મેળવી.આ સિક્સર ટીમના સ્ટાર ખેલાડી રાશિદ ખાને મારી હતી.

રાશિદે છેલ્લી ઓવરમાં કુલ 3 સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. ફેન્સને આશા હતી કે રાશિદને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવશે, પરંતુ અંતે આવું બન્યું નહીં.

રાશિદ ખાનને તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો નહીં, પરંતુ આ એવોર્ડ હારેલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનાં ખેલાડીને આપવામાં આવ્યો. આ ખેલાડી છે સનરાઈઝર્સ હૈદરાબાદનાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક. ઉમરાને આ મેચમાં કમાલનું પ્રદર્શન કરી સૌનું દિલ જીત્યું, પરંતુ અંતે તેમની ટીમને આ રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

ઉમરાનને તેમના શાનદાર પ્રદર્શન માટે આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. તેમણે આ મેચમાં 5 વિકેટ લીધી હતી. ઉમરાને આ મેચમાં પોતાની ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા અને 5 બેટ્સમેનને પવેલિયન મોકલ્યા હતા.

જોકે આટલા ખતરનાક પ્રદર્શન બાદ પણ આ ખેલાડી પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં અને અંતે ગુજરાતે જીત મેળવી હતી. રાશિદ ખાનની શાનદાર બેટીંગે સનરાઈઝર્સની આશા પર પાણી ફેરવી વાળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *