ગુજરાતના સ્ટાર ક્રિકેટર એ ખોલી નાખી IPL ની પોલ, પોતાના કરિયરની શરૂવાત પર કર્યો મોટો ખુલાસો

0

ગુજરાતના સ્ટાર ક્રિકેટર એ ખોલી નાખી IPL ની પોલ, પોતાના કરિયરની શરૂવાત પર કર્યો મોટો ખુલાસો : આઇપીએલની ટીમમાં સમાવેશ થવા બાબતે RCBના સ્ટાર બોલરે તેના શરુઆતના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બોલર હર્ષલ પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે.

એક ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે જણાવ્યું કે ત્રણ-ચાર ટીમોએ તેની સાથે વાત કરી અને કહ્યું કે તે હરાજીમાં તેમના માટે બોલી લગાવશે. પરંતુ જ્યારે બોલી લગાવવાનો સમય આવ્યો ત્યારે કોઈએ કંઇ કર્યું નહીં. પરંતુ હર્ષલ પટેલે હવે પ્રારંભિક IPL કારકિર્દી વિશે વાત કરી છે, જેમાં તેણે કહ્યું છે કે ઘણી ફ્રેન્ચાઇઝીએ તેની સાથે છેતરપિંડી કરી છે.

હર્ષલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અલગ-અલગ ફ્રેન્ચાઈઝીના ત્રણ-ચાર લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેઓ મારા માટે બોલી લગાવશે. પરંતુ એવું ન થયું. મે પોતાની જાતને છેતરી હોવાનો અહેસાસ થયો. આરસીબીના સ્ટાર ખેલાડીએ કહ્યું કે હું ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયો હતો કે આ શું થઈ રહ્યું છે.

તેણે કહ્યું કે હું મારી જાતને પૂછતો હતો કે હું કોણ છું, મે રમત માટે આટલું કર્યું પરંતુ મારી જ સાથે આવું થઈ રહ્યું છે. આ ઈન્ટરવ્યુમાં હર્ષલ પટેલે તેના પરિવાર વિશે વાત કરી, તે કેવી રીતે તે અમેરિકા શિફ્ટ થયો અને પરત આવીને કેવી રીતે તેઓ ક્રિકેટમાં જોડાયા.

તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું, વર્ષ 2021માં તે પર્પલ કેપ વિજેતા બન્યો હતો અને સિઝનમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ જ કારણ હતું કે IPL 2022ની મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને RCBએ 10.75 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed