રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ગ્લેન મેક્સવેલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ તેઓએ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, શાહબાઝ અહેમદ સહિત ટીમના ઘણા ખેલાડીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો.
પૂર્વ કેપ્ટન કોહલીએ પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી. પાર્ટીમાં તેણે ડાન્સ કર્યો. કોહલી અને શાહબાઝના ડાન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Virat Kohli & Shabaz Dancing 🕺🥳
Virat Looking So Happy ♥️@imVkohli@RcbianOfficial @RCBTweets#ViratKohli #RCB #Shabazahmed #ViratKohli𓃵 pic.twitter.com/UzX1UKV2Bd— Prajwal (@Prajwal2742) April 27, 2022
મેક્સવેલે ભારતીય મૂળના વિની રમન સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન ભારતીય પરંપરા મુજબ થયા હતા. આ બંનેના લગ્ન પહેલા ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. મેક્સવેલ લગ્નને કારણે IPL 2022ની શરૂઆતની કેટલીક મેચોમાં રમી શક્યો ન હતો.
આ પછી તેણે તાજેતરમાં જ તેની પાર્ટી આપી હતી. આમાં કોહલીએ જોરદાર ડાન્સ કર્યો હતો. કોહલીની સાથે શાહબાઝ અને અન્ય ખેલાડીઓ પણ હતા. કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.