AAP ના નેતા ગોપાલ ઇટાલીયાના સરકાર પર છુટ્ટા ઘા… આકરાં ઉનાળાની ગરમીની વચ્ચે ભાવનગરમાં બોરતળાવમાં પ્રદુષિત પાણીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આ પાણીના મુદ્દાને લઇ AAPના કાર્યકર્તા દ્વારા હોબાળો કરવામાં આવ્યો. AAPના કાર્યકર્તાઓએ મેયરને પ્રદૂષિત પાણી આપીને રજૂઆત કરી.
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે.ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે.ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સરકારે આઝાદીના અમૃત મહોત્સવના તાયફા બંધ કરીને લોકોને પાણી આપવું જોઈએ.લોકોને અમૃત નહીં પરંતુ પાણી જોઈએ છે.
ભાજપની સરકાર માનીતી કંપનીઓને પાણી આપે છે..જ્યારે જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.રાજ્યમાં કોઈ જિલ્લો બાકી નથી જ્યાં પાણી માટે આંદોલન ન થયું હોય.
ગત રોજ ઉનાળામાં પાણીની તંગીને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યુ છે. પીવાના પાણી માટે કોઈ તકલીફ નહી પડે. જ્યારે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યુ હતું કે, જ્યાં પણ પાણીની જરૂરિયાત ઉભી થઈ છે તે તમામ જગ્યાએ નર્મદાની મુખ્ય નહેરથી પાણી પહોંચાડવામાં આવશે.
ઉપરવાસ અને મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.નર્મદા ડેમમાં પાણીની આવક થતા નર્મદા ડેમમાં હાલ 73 ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે.ત્યારે નર્મદા જળ સંપત્તિ મંત્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને વપરાશ માટે પાણી આપવા સક્ષમ છે.