હાલમાં ગુજરાત માંથી એક અનોખી રીતે મેરેજ એનિવર્સરી ની ઉજવણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરાનાં પ્રમુખ શ્રી જયેશ નવિનભાઈ મિસ્ત્રી અને ક્રીના જયેશ મિસ્ત્રીની પહેલી મેરેજ એનિવર્સરી દિવસે સેવાકીય કાર્ય કર્યું છે.
૧૫ દીકરીઓને કોમ્પ્યુટર સાક્ષરતા મળી રહે તે માટે અંજલિ ઈનફોટેક કોમ્પ્યુટર એકેડેમીમાં એડમિશન અપાવી 3 મહીના સુધીના કોમ્પ્યુટર કોર્ષ નિઃશુલ્ક કરાવવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, આ અનોખી ઉજવણીમાં વડોદરા શહેર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ, એસ. સી. મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશ ભાઈ પરમાર, વોર્ડ નંબર ૬ પ્રમુખ મોરેશ્ચર ભાઈ ઈંગ્લે, વોર્ડ નંબર ૬ના મહા મંત્રી રાજ કુમાર ગોદવાની, શહેર સોશિયલ મીડિયા ટીમ નાં પ્રીતિ બેન પટેલ, વોર્ડ નંબર ૪ના કાઉન્સિલર પિંકી બેન સોની, અંજલિ ઈનફોટેક કોમ્પ્યુટર એકેડેમીના અમિત ભાઈ ક્ષત્રીય, રોહિત ભાઈ ચોધરી, અશોક ભાઈ રબારી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, જી વોલ્ટ ટ્રાન્સફોર્મર્સ પ્રાઈવેટ લિમિટેડ વડોદરા, મોકા ફાઉન્ડેશન, ન્યાય ચેરીટેબલ ટ્રસ્ટ, અંજલિ ઈન્ફોટેક કોમ્પ્યુટર એકેડમી, ટીમ સહાય ટ્રસ્ટ, શ્રી સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી સોની અને અન્યોન્ય સહાયક પ્રગતિ મંડળનાં પ્રમુખ શ્રી અને સભ્યો પણ અહી ઉપસ્થિત હતા.