દિલ્લી

હોટલ માલિક ની પત્ની કિશોરીને રોજ આપતી ડ્રગ્સ ના ઇન્જેક્શન, પછી કર્યું એવું કે સાંભળવામાં પણ ડર લાગશે…જાણો સમગ્ર મામલો

દિલ્હીમાંથી 14 વર્ષની છોકરીનું અપહરણ કરીને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. માહિતી મળ્યા પછી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશને મથુરાની ઓયો હોટેલમાંથી કિશોરીને મુક્ત કરાવી અને છ લોકોની ધરપકડ કરી. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મથુરા, યુપીના રહેવાસી ઝુબિદ ઉર્ફે શકીલ (ઉ.વ.34) રવિ (ઉ.વ.27), રામ ખિલવાન ગુપ્તા (ઉ.વ.29), સની (ઉ.વ.33), પૂજા (ઉ.વ.27), બિમલેશ ઉર્ફે બિમલા (ઉ.વ.30) થઈ છે.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે શનિવારે એક યુવકે તેની સગીર બહેનના અપહરણ અંગે આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું કે 21 એપ્રિલે અજાણ્યા લોકોએ તેની બહેનનું અપહરણ કર્યું હતું. બહેને તેના મોબાઈલ પર ફોન કરીને તેને બચાવવાની વાત કરી.

મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતીએ જે નંબર પરથી ફોન કર્યો હતો તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન પોલીસને ઓયો હોટેલ, રાજ ગેસ્ટ હાઉસ, મથુરામાં કોલનું લોકેશન મળ્યું. તરત જ એક ટીમને મથુરાની એક હોટલમાં મોકલવામાં આવી.

ગ્રાઉન્ડ ફ્લોર પરના એક રૂમમાંથી કિશોરી મળી આવી હતી. 21 એપ્રિલથી તેને સતત નશીલા પદાર્થ ખવડાવીને ગ્રાહકો સામે રજૂ કરવામાં આવી રહ્યો હતો. યુવતીની હાલત પણ સારી નહોતી. પોલીસે હોટલ પર દરોડો પાડી તેના માલિક ઝુબિદ અને તેના સહયોગી રવિની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ હોટલ લીઝ પર લીધી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે આ છોકરીને રામ ખિલવાન નામના વ્યક્તિએ તેમને સોંપી હતી. પોલીસે સૌપ્રથમ ઝુબિદની પત્ની બિમલેશને ડ્રગ્સ અને ડ્રગ્સનું ઈન્જેક્શન આપીને વેશ્યાવૃત્તિના આરોપમાં પકડી પાડી હતી.

આ પછી રામ ખિલવાન દિલ્હીના લાજપત નગરમાંથી ઝડપાયો હતો. રામ ખિલવાને પૂછપરછ બાદ જણાવ્યું કે યુવતીને તેના સાળા સની અને પૂજાએ 10 હજાર રૂપિયામાં 4 દિવસ માટે આપી હતી. રામ ખીલવાને ઘણી હોટલોમાં સારા સંબંધો હતા.

આનો ફાયદો ઉઠાવીને તેણે કિશોરીને ઓયો હોટલમાં દેહવ્યાપાર કરાવવા ઝુબિદને સોંપી હતી. સનીએ જ આઈપી એસ્ટેટ વિસ્તારમાંથી યુવતીને લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. સની વ્યંઢળના વેશમાં રહે છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *