ગુજરાત

ચેતી જજો : સરકારે રાશન કાર્ડ ધારકો માટે બહાર પડ્યો છે આ નવો નિયમ, જાણી લો નહીં તો….

જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. સરકાર તરફથી અમુક શરતો હેઠળ રાશન કાર્ડ સરેન્ડર કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમોને ઇગ્નોર કરવા તમારા માટે ભારે પડી શકે છે અને તમારે દંડ આપવો પડી શકે છે. એટલું જ નહીં, તમારા વિરુદ્ધ લિગલ કાર્યવાહી પણ થઇ શકે છે.

કોરોના મહામારી દરમિયાન, સરકારે ગરીબ પરિવારોને મફત રાશન આપવાનું શરુ કર્યું હતું. સરકાર તરફથી શરુ કરવામાં આવેલી આ વ્યવસ્થા ગરીબ પરિવારો માટે હજુ પણ લાગૂ છે. પરંતુ સરકારે જાણકારી આપતા કહ્યું છે કે ઘણા રાશન કાર્ડ ધારક, અ માટે યોગ્ય નથી અને તેઓ ફ્રી રાશનનો લાભ મેળવી રહ્યા છે. જ્યારે યોજનાને લાયક કાર્ડ ધારકોને આ સુવિધાનો ફાયદો મળી શકતો નથી.

આવામાં અધિકારીઓમાં માધ્યમથી અપાત્ર લોકોને તરત જ રાશન કાર્ડ સરેન્ડર કરવાનું કહેવામાં આવી શકે છે. જો કોઈ યોગ્ય વ્યક્તિ રાશન કાર્ડ સરેન્ડર નથી કરતી, તો તપાસ બાદ તેના પર લિગલ એક્શન લેવામાં આવી શકે છે.

જો કોઈ પાસે 100 વર્ગ મીટર કરતા વધારેનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર-ગાડી કે ટ્રેક્ટર, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખથી વધારે વાર્ષિક ઇનકમ છે તો એવા લોકોને પોતાનું રાશન કાર્ડ સરેન્ડર કરાવવું પડશે.

એવા પરિવાર જેમની પાસે મોટરકાર, ટ્રેક્ટર, એસી, હાર્વેસ્ટર, પાંચ કેવી કે વધારે ક્ષમતાનું જનરેટર, 100 વર્ગ મીટરનો પ્લોટ કે મકાન, પાંચ એકરથી વધારે જમીન, એકથી વધારે લાઇસન્સ, ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારની આવક 2 લાખ પ્રતિ વર્ષ અને શહેરમાં 3 લાખ પ્રતિ વર્ષ કરતા વધારેવાળા પરિવારો આ યોજના માટે અયોગ્ય છે.

ઘણા રાજ્યોમાં યોગ્ય લોકો માટે પણ રાશન કાર્ડ નથી બની રહ્યા. આવામાં સરકાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે અયોગ્ય લોકો રાશન કાર્ડ સરેન્ડર કરી દે. આમ કરવાથી ગરીબ પરિવારોનું કાર્ડ બની શકશે. રાશન કાર્ડ સરેન્ડર ન કરવા પર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *