વાહ! 66 વર્ષ ના પૂર્વ ક્રિકેટર પડી ગયા યુવતીના પ્રેમમાં, બનશે ફરી વરરાજા, પોતાનાથી આટલા બધા વર્ષ નાની છે બુલબુલ…

અરુણ અને બુલબુલ ઘણાં સમયથી એકબીજાને જાણે છે. બંને ઘણા જૂના મિત્રો છે. અરુણ લાલે લગ્નના કાર્ડ પણ છપાવી દીધા છે અને તે વહેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતા પીયરલેસ ઈન હોટલમાં છે. લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે.
અરુણ લાલના પેહલાં લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ સહમતીથી ડિવોર્સ લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીના ઘણાં સમયથી બીમાર છે. તેમની મરજીથી જ બીજા લગ્ન થઈ રહ્યા છે. અરુણ અને બુલબુલે એક મહિના પહેલાં જ સગાઈ કરી છે. જોકે તેમની વચ્ચે સંબંધ ઘણાં સમયથી છે.
આ વિશે બુલબુલે કહ્યું છે કે, હું અરુણને ઘણાં સમયથી ઓળખતી હતી. પરંતુ એક કોમન ફ્રેન્ડની પાર્ટીથી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બુલબુલ કોલકાતામાં એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચર છે. તેમનો સૌરવ ગાંગુલી પરિવાર સાથે પણ ખુબ જૂનો સંબંધ છે. બુલબુલે જણાવ્યું કે, ભારતના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ તેમના પારિવારિક મિત્ર છે.
અરુણનો જન્મ 1 ઓગસ્ટ 1955માં ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેઓ બંગાળ માટે ક્રિકેટ રમતા હતા. તેમના લગ્નમાં પણ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટર્સ, બંગાળના ક્રિકેટર્સ અને બાકી પરિવારજનોને આમંત્રણ આપવામાં આવશે.
અરુણ લાલ તેમના ક્રિકેટિંગ કરિયરમાં 16 ટેસ્ટ અને 13 વન-ડે રમ્યા. આ દરમિયાન ટેસ્ટમાં 729 અને વનડેદમાં 122 રન બનાવ્યા. અરુણ તેમની કરિયરમાં ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી ના કરી શક્યા. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમી, જેમાં 30 સદી કરીને કુલ 10,421 રન બનાવ્યા હતા. અરુણે પહેલી ઈન્ટરનેશનલ મેચમાં 27 જાન્યુઆરી 1982ના રોજ ઈંગલેન્ડ સામે કટક વન-ડે રમી હતી.