કોંગ્રેસ માં હીરો હોઈ તો ભાજપમાં જઈને… હાર્દિક અને નરેશ પટેલ વિશે આ દિગગજો આપ્યું ચોંકાવનારું નિવેદન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતાઓએ કમર કસી છે. બધા પોત પોતાની રીતે જોર મારી રહ્યા છે.
નરેશ પટેલનાં સર્વે અંગે તેમણે કહ્યું હતું કે, સર્વે કોણ, કેમ અને કેવી રીતે કરાવે છે તે સૌ કોઈ જાણે છે. નરેશભાઈ મારા જુના મિત્ર છે. પરંતુ હમણાં તેમની સાથે કોઈ રાજકીય મુલાકાત થઈ નથી. આપણે કોઈ કન્યા જોવા જઈએ ત્યારે તેનો ઢંઢેરો નથી પિટતા, બંને પક્ષને અનુકૂળ લાગે અને તેનું વેવિશાળ નક્કી થાય ત્યારે જાહેરાત થાય છે. એ જ રીતે જ્યારે નરેશભાઈ આવવાના એ નક્કી થાય ત્યારે મીડિયાને પણ જાણ કરીશું.
બીજી તરફ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ હાલ સમગ્ર રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા લઇ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. આ સંવાદ યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે પાસ કન્વીનર વરુણ પટેલ પણ જોડાયા હતા.
તેઓએ આ યાત્રામાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ મામલે બોલતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું, જ્યારે નરેશભાઈ પટેલનું રાજનીતિમાં સ્વાગત છે. નરેશભાઈ કિનારા ઉપર રહી બોલવા કરતા એકવાર રાજનીતિના દરિયામાં નાહવા પડે, ડૂબકી મારે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે દેશની અને ગુજરાતની જનતા દ્વારા અનેક અપેક્ષાઓ સાથે ભાજપને મતો અપાયા હતા. પરંતુ ભાજપે તેની અણઆવડતનાં કારણે અનેક ખોટા નિર્ણયો લીધા છે. જેમાં GST અને નોટબંધી લાગુ કરવામાં આવતા તેનો સૌથી વધુ ભોગ સામાન્ય લોકો બન્યા છે. અને દેશનું અર્થતંત્ર ભયંકર ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે.
કેટલાક નારાજ નેતાઓ અમારા સંપર્કમાં છે એવું કહીને તેમણે ઈશારો પણ કર્યો હતો. તો પક્ષપલટુ નેતાઓ વિશે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં જેમનો પડ્યો બોલ ઝીલાતો તેવા નેતાઓ ભાજપમાં ગયા બાદ કઠપૂતળી જેવા થઈ ગયા છે.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં તો ડીઝલનાં ભાવ હંમેશા પેટ્રોલ કરતા નીચા એટલા માટે રાખવામાં આવ્યા હતા કે, તેનો ઉપયોગ ખેડૂતો પણ કરતા હોય છે. તેમજ ડીઝલનાં ભાવ વધારાથી મોંઘવારી પણ વધે છે. જ્યારે ભાજપ સરકારે તો કોરોના કાળમાં જ્યારે ક્રૂડ માત્ર 35 ડોલર હતું ત્યારે પણ ડ્યુટીમાં વધારો કરીને પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાને પહોંચવા દીધા હતા.