ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કોરોનાકાળમાં બંધ કરેલી આ યોજના ફરી ધમધમશે… જાણી લો અહીં

0

રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે ઘણી એવી યોજનાઓ છે જે બંધ પડી હતી. ત્યારે હાલમાં કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર યોજનાનો પુનઃ લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે કોરોનાને કારણે બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીએકવાર શરુ થશે.

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ફરી એકવાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે હવે શ્રમિકોને 10 નહી માત્ર પાંચ રુપિયામાં જ ભોજન મળશે. જી હા, આ માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કામગીરી હાથ ધરી છે.

રાજ્યના શ્રમિકોને 5 રુપિયામાં ભોજન અપાશે. 5 રૂપિયામાં ભોજન માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે અગાઉ અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં અપાતું ભોજન અપાતુ હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના બંધ કરવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજ્યસરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 18 જુલાઈ, 2017ના રોજ બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું, જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલાં મરચાં આપવામાં અપાતાં.

શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું પરંતુ કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ હતી.

રાજ્યમાં કોરોના કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. તામિલનાડુમાં 2013 અમ્મા ઉનાવગમ યોજનામાં શરુ કરવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઈ યોજના ચાલે છે જેમાં રૂ.5માં નાસ્તો અને રૂ.8માં બપોરે ભોજન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed