IPL 2022ની 36મી મેચમાં RCBએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ RCBનાં બેટ્સમેન માટે કોઈ ખરાબ સપના જેવી હતી. આખી ટીમ માત્ર 68 રન પર આઉટ થઇ ગઈ.
આવી જ ખરાબ સ્થિતિ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની પણ રહી, જે એક વાર ફરી પહેલા જ બોલ પર આઉટ થઈને પાછા ફર્યા. વિરાટનાં ફરી ફ્લોપ થવા પર લોકોએ તેમની પત્ની અનુષ્કા શર્માને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે.
IPL 2022માં વિરાટ કોહલી સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ માર્કો જેનસનનાં પહેલા જ બોલ પર આઉટ થઇ ગયા. આ સતત બીજી મેચ છે, જેમાં વિરાટ ખાતું ખોલાવ્યા વગર જ પવેલિયન પાછા ફર્યા હોય. વિરાટ માટે આ IPLમાં રન બનાવવાનું તો દૂર પણ ક્રીઝ પર ટકવું પણ અઘરું થઇ ગયું છે.
સોશિયલ મીડિયા પર જ્યાં વિરાટનાં ફ્લોપ થવા પર લોકોને ગુસ્સો છે, ત્યાં ઘણા લોકો આ ખરાબ સમયમાં પણ પોતાના હીરો સાથે ઉભા છે. વિરાટનાં સતત ફ્લોપ થવા પર એક વાર ફરી તેની પત્ની અનુષ્કા શર્માને લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે.
ટ્વીટર પર હજારો ટ્વીટ અનુષ્કાને લઈને લોકો કરી ચુક્યા છે. ઘણા ફેન્સ અનુષ્કાનાં સપોર્ટમાં પણ ઉતર્યા છે. વિરાટનાં ખરાબ પ્રદર્શન માટે પહેલા પણ ઘણી વાર અનુષ્કાને ટ્રોલ કરવામાં આવી છે. વિરાટ કોહલી IPLમાં 5મી વાર ગોલ્ડન ડક પર આઉટ થયા છે. આ પહેલા તેઓ 2008, 2014, 2017માં ઝીરો પર આઉટ થયા હતા.
પરંતુ આ પહેલી વાર બન્યું છે, જ્યારે સતત બીજી મેચમાં કોહલી શૂન્ય પર પાછા ફર્યા હોય અને એ પણ પહેલા બોલ પર. પરિણામ એ રહ્યું કે RCBની ટીમ IPL 2022નાં સુથી ઓછા સોર પર ઓલ આઉટ થઇ ગયું. વિરાટ ઉપરાંત ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેકસવેલ જેવા દિગ્ગજો પણ ફ્લોપ રહ્યા.