આપ નું પલડું ભારે થતું જાય છે, કોંગ્રેસ ના આ દિગગજ નેતા એ હવે આપ ના ખોળામાં લીધું સ્થાન…

0

આપ નું પલડું ભારે થતું જાય છે, કોંગ્રેસ ના આ દિગગજ નેતા એ હવે આપ ના ખોળામાં લીધું સ્થાન… કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કૈલાશ ગઢવીને લઇને માહિતી હતી કે તેઓ હવે AAPમાં જોડાશે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાઇ ગયા છે. ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં તેઓ AAPમાં સામેલ થઇ ગયા છે. મહત્વનું છે કે, તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં હતાં.

આ મામલે કૈલાશ ગઢવી અને ગુલાબસિંહ યાદવે મહત્વનું નિવેદન આપ્યું છે. કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, ‘હું આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. ગુજરાત સદાય રાજનીતિની પ્રયોગ શાળા છે. 27 વર્ષથી અહંકારી સરકાર સત્તા ભોગવી રહી છે. અમે લડત આપતા હતા અને લડત લડતા રહીશું. તેમજ સારી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરીશું. અમે કામ કરીશું, મહેનત કરીશું. અમે પરિણામલક્ષી કામ કરીશું.’

તો બીજી બાજુ ગુલાબસિંહ યાદવે કહ્યું કે, ‘ક્યારે ચૂંટણી જાહેર થઇ જાય તે નક્કી નહીં. અમે ગ્રાઉન્ડ પર જઇને લોકોને મળી રહ્યાં છીએ. કોંગ્રેસ-ભાજપમાંથી સારા લોકો AAPમાં જોડાઈ રહ્યાં છે. હજુ પણ કેટલાંયે ચહેરાઓ AAPમાં જોડાશે. 27 વર્ષની સત્તા બાદ સરકાર 7માં ધોરણનું પેપર ન બચાવી શકી. પેપર લીક સરકાર છે.

જણાવી દઇએ કે, કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યાં છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ તેઓ રહી ચૂક્યાં છે. પરંતુ પાર્ટીની કામગીરીને લઇને તેઓ નારાજ હતા. નોંધનીય છે કે, કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યાં છે. ત્યારે અંતે તેઓ હવે વિધિવત રીતે AAPમાં જોડાઇ સામેલ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડી ઝાડુ પકડી લીધું છે. કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવીએ ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ જઇ રહી છે જેને કારણે તેમના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે.’

તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ‘સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed