આવું તો IPL માં પહેલીવાર જોયું, થયું કંઈક એવું કે સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ હુડીયો બોલાવ્યો, લગાવ્યા એવા નારા કે ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા

IPL માં ન થવાનું થયું, બેટ્સમેન ને કહ્યું તું પાછો આવી જ, આપડે રમવું જ નથી, તરત કોચને ગ્રાઉન્ડમાં મોકલ્યા…દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની છેલ્લી ઓવરમાં મોટો વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન દિલ્હીને 6 બોલમાં 36 રનની જરૂર હતી. એવામાં પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ ઓન રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું.
હવે આ બોલમાં સિક્સ તો ગઈ, પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતાં પંત ગુસ્સે થઈ ગયો હતો. મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 36 રનની જરૂર હતી. દિલ્હી તરફથી રોવમેન પોવેલ અને કુલદીપ યાદવ ક્રિઝ પર હતા. આ દરમિયાન બોલિંગની જવાબદારી ઓબેદ મેકકોય પાસે હતી.
નો બોલ મુદ્દે નિયમ એવો છે કે જ્યારે બેટર ફુલટોસ બોલ પર આઉટ થાય છે ત્યારે જ થર્ડ અમ્પાયર નો બોલને ચેક કરી શકે છે. જો સિક્સર માટે ફુલટોસ બોલ ફટકારવામાં આવે અને બેટર દ્વારા એવી માગ કરવામાં આવે કે નો બોલને તપાસવામાં આવે, તો એ થઈ શકે નહીં. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર ફક્ત ફ્રન્ટ ફૂટનો બોલને જ ચેક કરી શકે છે.
પોવેલે પહેલા 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી., ત્રીજો બોલ નો-બોલ માટે તપાસવામાં આવ્યો હતો, પરંતુ અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો. ત્યાર પછી દિલ્હીના કેપ્ટન રિષભ પંત ખૂબ ગુસ્સે થઈ ગયા. તેણે મેદાન પર હાજર બંને બેટરને પણ પાછા આવવા કહ્યું. જોકે ત્યાર પછી સહાયક કોચ પ્રવીણ આમરે પિચ પર આવ્યા અને મામલો શાંત પાડ્યો હતો.
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પંતે કહ્યું હતું કે મને લાગે છે કે રાજસ્થાને સારી બોલિંગ કરી હતી પરંતુ પોવેલે ક્યાંક મેચ અમારી તરફેણમાં ફેરવી દીધી હતી. થર્ડ અમ્પાયરે કે કોઈએ ચેક કરવું જોઈએ કે નો બોલ છે, પણ એ મારા કંટ્રોલમાં નથી, તેથી હું કંઈ કરી શકતો નથી. આવું થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ એ રમતનો એક ભાગ છે. હું મારા ખેલાડીઓને કહીશ કે વધુ વિચાર ન કરો અને આગામી મેચ માટે તૈયારી કરો.