KGF Chapter 2માં મહત્વની ભૂમિકા નિભાવનારા અભિનેતા યશે ખુલાસો કર્યો છે કે તે દીપિકા પાદુકોણની સાથે હિન્દી ફિલ્મમાં કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, કેજીએફ ચેપ્ટર 2 બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પર્ફોમન્સ આપી રહી છે અને આ ફિલ્મને ખૂબ પસંદ કરાઈ રહી છે.
યશને જ્યારે પૂછવામાં આવ્યું હતુ કે તે કઈ અભિનેત્રીની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા માંગે છે. જેના પર યશે દીપિકા પાદુકોણનું નામ લીધુ હતુ. જેની પાછળ યશે કારણ એવુ આપ્યું કે દીપિકા પણ બેંગ્લોરથી જ છે.
તેમણે રણવીર સિંહ અને રણબીર કપૂરના પણ વખાણ કર્યા છે. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ બોલીવુડના કયા અભિનેતાને પસંદ કરે છે. જેના પર યશે દિપિકા પાદુકોણના પતિ રણવીર સિંહનુ નામ લીધુ. તેમણે કહ્યું, રણવીર સિંહ સારા છે.જો કે, બાદમાં તેમણે થોડો વિચાર કર્યા બાદ તેમનો ઉત્તર બદલી નાખ્યો.
રણવીર સિંહ પણ સારા છે, બંને વધુ સારા છે. મેં હાલમાં સંજુ જોઈ. જેમાં તેમણે અત્યંત સારું કામ કર્યુ છે. તો રણવીર સિંહે સંજય લીલા ભણશાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સારું કામ કર્યુ છે. બની શકે છે કે આગામી ભવિષ્યમાં યશ દીપિકાની સાથે કોઈ ફિલ્મમાં જોવા મળે. ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2માં રવીના ટંડન અને સંજય દત્તની પણ મહત્વની ભૂમિકા હતી.