IPL માં આ 5 ખેલાડીઓએ તો ભૂક્કા બોલાવી દીધા, વર્લ્ડકપમાં એન્ટ્રી લગભગ નક્કી. કઈક આ રીતે આઈપીએલ 2022ના 5 ખેલાડી એવા છે, જેને નેશનલ ટીમમાંથી દૂર કરી દીધા. પરંતુ આ ખેલાડી આઈપીએલના મંચ પર દિગ્ગજ ખેલાડીઓને પછાડીને આગળ જઇ રહ્યાં છે.
હવે કહેવાઈ રહ્યું છે કે આ ખેલાડીઓનો વર્લ્ડ કપ 2022નો રસ્તો સ્પષ્ટ થઇ શકે છે. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પસંદગીકારોએ તેને પસંદ ના કરતા આકરો જવાબ આપ્યો છે અને આ આઈપીએલની સિઝનમાં તેણે શાનદાર કમબેક કર્યુ.
અત્યાર સુધી રાજસ્થાન રૉયલ્સની 6 મેચોમાં તે 17 વિકેટ લઇ ચૂક્યો છે અને પર્પલ કેપની યાદીમાં સૌથી ઉપર છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ક્યારેક ટીમની અંદર અને ક્યારેક ટીમની બહાર રહે છે.
આ વખતે તેમણે આઈપીએલમાં તેમની રમતથી બધાને ખાસ્સા પ્રભાવિત કર્યા અને 7 મેચમાં 10 વિકેટ લીધી છે. એક મેચમાં તેમણે 4 ઓવરમાં 23 રન આપીને ચાર વિકેટ પણ લીધી હતી. આઈપીએલ 2022માં કોઈ બેટ્સમેનની સૌથી વધુ વખાણ થઇ રહ્યાં છે.
જેણે પોતાની આક્રમક બેટીંગથી સૌ કોઈને ચોંકાવી દીધા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં ભલે એબી ડિવિલિયર્સ નથી. પરંતુ તેમની પાસે ડીકે છે જે દરેક મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે અને મેચની વિનિંગ ઈનિંગ રમી રહ્યાં છે. આ વર્ષે આરસીબીએ તેને 5 કરોડ રૂપિયામાં તેની ટીમમાં સામેલ કર્યો હતો અને 7 ઈનિંગમાં દિનેશ અત્યાર સુધી 210 રન બનાવી ચૂક્યા છે.