ફેનીલ ને દોષી ગણાવવા માટે કોર્ટે પણ કર્યું એવું કામ જેના સૌ કોઈ કરી રહ્યા છે વખાણ, જાણીને ખુશ થશો

0

ફેનીલ ને દોષી ગણાવવા માટે કોર્ટે પણ કર્યું એવું કામ જેના સૌ કોઈ કરી રહ્યા છે વખાણ, જાણીને ખુશ થશો,સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે.

આ સાથે કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટમાં જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય એવું જણાતું નથી.કોર્ટમાં આજે ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરી જણાવ્યું હતું કે આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયા છે. કોર્ટ માટે પણ આ વીડિયો જોવો મુશ્કેલ નહોતો. એટલો હચમચાવી નાખનારો હતો છતાં ન્યાય માટે વારંવાર જોયો છે.

વ્યક્તિ ખોટું બોલે, પુરાવા નહીં. આરોપીની માનસિકતા ખૂબ ક્રૂર દેખાતી હતી. બચાવ પક્ષે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની વાત કરી પણ વીડિયોમાં જણાતી નથી.ફેનિલ અને ગ્રીષ્માના મોબાઈલના તમામ ડોક્યુમેન્ટમેન્ટ લેવામાં આવ્યા છે.

ડેટા 3 દિવસ ચેક કરવામાં આવ્યા છે. ડિલિટ કરેલી ચેટ પણ ફરીથી સ્ટોર કરી ચેક કરવામાં આવી છે. ફેનિલ તેને મળવા માગતો હતો. ગ્રીષ્માને મળવાની ઈચ્છા ન હતી એ સ્પષ્ટ થાય છે. આ તો કેવો પ્રેમ, જે ક્રૂર રીતે હત્યા કરી નાખે.

સુરત ગ્રીષ્મા હત્યા કેસ, ફેનીલ ની સજા ને લઈને પરિવારે આપ્યું મોટું નિવેદન…જાણો અહીં,સુરતના પાસોદરામાં જાહેરમાં થયેલી ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં આજે કોર્ટે ફેનિલ ગોયાણીને દોષિત ઠેરવ્યો છે.

ગ્રીષ્માના પિતાએ કહ્યું કે કોર્ટ કાર્યવાહી ખૂબ જ સારી રીતે ચાલી. કોર્ટે તમામ પુરાવાની ઉંડાણપૂર્વકની તપાસ કરી અને અમને આનંદ છે કે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે. ફેનિલને મૃત્યુદંડની સજા થવી જોઈએ.

સમાજમાં બીજી કોઇ ગ્રીષ્મા હોમાવી ન જોઈએ.ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું કે, જે બનાવ બન્યો છે એવો બનાવ બનવો ન જોઈએ. કોર્ટ સમક્ષ જેટલા પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે તમામ પુરાવા સત્ય પુરવાર થયા છે

આરોપીના વિરોધમાં જે કલમો લગાડવામાં આવી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. સમાજમાં રોજ રોજ આવા બનાવો બને છે. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. જેથી અમારી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય.ફરિયાદી પક્ષને બચાવ પક્ષ અને તમામ પૂરતો સમય આપ્યા બાદ પણ ખૂબ જ ઝડપથી આ કેસ ની અંદર સુનવણી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed