સ્પોર્ટ્સ

માહીની રણનીતિ સામે તો બધા જ ફેલ, પોલાર્ડ ને આઉટ કરવા દોડાવ્યું જોરદાર મગજ…જુઓ અહીં

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સીઝનની સાતમી મેચ ડૉ.ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં રમી હતી. આ મેચમાં ચેન્નઈએ છેલ્લા બોલ પર ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. યુવા ફાસ્ટર મુકેશ ચૌધરીને જરૂરથી આ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

પરંતુ મેચનો અસલી હીરો 40 વર્ષીય પૂર્વ કેપ્ટન એમએસ ધોની રહ્યો હતો. એક સમયે આ મેચ CSKના હાથમાંથી જતી જોવા મળી હતી, પરંતુ ધોનીએ સંકટમોચનની ભૂમિકા ભજવતાં જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન તેણે માત્ર 13 બોલમાં 215.38ની સ્ટ્રાઈક રેટથી 28 રનની અણનમ ઈનિંગ રમ્યો હતો. આ દરમિયાન ધોનીના બેટથી ત્રણ ચોગ્ગા અને એક શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.

આ પહેલાં તે મેદાનમાં ફિલ્ડિંગ કરતી વખતે પણ પોતાની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં ધોનીની ઈમેજ મેદાનમાં એક ચપળ અને હોશિયાર ખેલાડી તરીકેની છે. તેણે આ સીઝનમાં ચેન્નઈનું નેતૃત્વ નથી કર્યું, પરંતુ તે ઘણીવાર વિકેટ પાછળથી નિર્ણય લેતો જોવા મળે છે.

ગઈકાલની મેચમાં પણ ધોની એક શાનદાર નિર્ણય લેતો જોવા મળ્યો હતો. હકીકતમાં જ્યારે વિસ્ફોટક કેરિબિયન ઓલરાઉન્ડર ખેલાડી કિરોન પોલાર્ડ મુંબઈ માટે મેદાનમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને આઉટ કરવા માટે મેદાનમાં એક યુક્તિ અજમાવી હતી અને તે એમાં સફળ પણ રહ્યો હતો.

પોલાર્ડ મુંબઈ માટે છઠ્ઠા ખેલાડી તરીકે આઉટ થયો હતો. તે 21 વર્ષીય યુવા સ્પિનર મહેશ તિક્ષાનાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. વાસ્તવમાં CSK માટે 16મી ઓવર નાખી રહેલ તિક્ષાનાના ચોથા બોલ પર પોલાર્ડ સિક્સર મારવા માગતો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ થઈ શક્યો ન હતો. આ દરમિયાન ધોનીએ એ રીતે ફિલ્ડિંગ સેટ કરી હતી કે પોલાર્ડનો સીધો કેચ બાઉન્ડરીલાઇનની નજીક ઊભેલા શિવમ દુબેના હાથમાં ઝડપાઈ ગયો હતો. દુબેએ કોઈપણ ભૂલ કર્યા વિના આ કેચ સારી રીતે ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *