પૂર્વ પાટીદાર નેતા હાર્દિક પટેલ ના નિવેદન થી ગુજરાતના રાજકારણમાં મચી ગયો ખળભળાટ….જાણો અહીં

પૂર્વ પાટીદાર નેતા હાર્દિક પટેલ ના નિવેદન થી ગુજરાતના રાજકારણમાં મચી ગયો ખળભળાટ….કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે.ત્યારે આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મુકી છે. હાર્દિકે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે. હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું હિન્દુવાદી નેતા છું. હું લવ-કુશનો વંશજ છું.
હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે.કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઇએ. પણ કોંગ્રેસમાં નિર્ણય શક્તિઘટી રહી છે. હાલ હું કોંગ્રેસમાં જ છું.
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસની લીડરશીપ અંગે પાર્ટી હાઈકમાન્ડ સાથે વાતચીત કરી છે. મેં કહ્યું છે કે કોંગ્રેસ હવે સારૂં નહીં કરે અને સત્તાપક્ષ સારુ કરશે તો લોકો સત્તાપક્ષ તરફી થઇ થશે. યુવાનો કઇ દિશામાં જવા માગે છે તે જાણવું પડશે અને તેમ કરવું પડશે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મારે ભાજપ સાથે કોઈ વાત નથી ચાલી રહી.હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું. ભાજપે જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે જ મને બધું આપ્યું છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે ગુજરાતને આગળ લઇ જઇ શકું તે કરવું છે. બધાં મને કેજરીવાલ સાથે જોડે છે. ભાજપ, કોંગ્રેસ, આપ બધા વિકલ્પો જ ખુલ્લા છે.