પૂર્વ પાટીદાર નેતા ફરી ચમક્યા: હાર્દિક પટેલ કહ્યું કે જીગ્નેશ મેવાણીને કઈ પણ થયું તો…

0

પૂર્વ પાટીદાર નેતા ફરી ચમક્યા: હાર્દિક પટેલ કહ્યું કે જીગ્નેશ મેવાણીને કઈ પણ થયું તો… આસામ પોલીસે વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગત મોડી રાત્રે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે. જને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલસ કન્હૈયા કુમાર અને બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ વિરોધ કર્યો છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગઈ કાલે અડધી રાત્રે MLA જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી છે. ફક્ત એક ટ્વિટને કારણે ધરપકડ અને તે પણ અડધી રાત્રે કંઈક તો ગરબડ છે મારી સરકારને ચેતવણી છે કે જિગ્નેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.

બીજી તરફ કન્હૈયા કુમારે ટ્વીટ કરતાં લખ્યું છે, “અડધી રાત્રે જિગ્નેશ મેવાણીના એક સાથીએ કોલ કરીને જણાવ્યું કે આસામ પોલીસ જિગ્નેશભાઈની પાલનપુરથી ધરપકડ કરીને આસામ લઈ જઈ રહી છે. ના તેમની પાસે મોબાઇલ છે, ના અમને કોઈ FIRની કૉપી અપાઈ છે. જનતાએ ચૂંટેલા પ્રતિનિધિ સાથે આવો ન્યાય?”

વધુ એક ટ્વીટમાં સ્વરા ભાસ્કરે લખ્યું, “જિગ્નેશ મેવાણી સૌથી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોમાંથી એક છે. તેઓ હંમેશાં અન્યાયની સામે ઊભા રહ્યા છે અને વંચિતોનો સાથ આપ્યો છે. તેઓ જનતાના ચૂંટેલા પ્રતિનિધિ છે અને હવે તેમની કેટલાંક ટ્વીટના કારણે ધરપકડ કરાઈ હોવાની વાત સામે આવી છે. કેમ?”

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.જે મામલે આજે અમદાવાદના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતમિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed