IPL વચ્ચે મોટા દુઃખ ના સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટર એ ક્રિકેટને અલવિદા કહ્યું, પોતાના નામે હતા આવા મોટા રેકોર્ડ – જાણીને ખુબ જ દુઃખ થશે

0

દુનિયાભરના ક્રિકેટ ફેન્સ પર આ સમયે IPL 2022 નો ક્રેઝ ચઢ્યો છે, ત્યારે આ વચ્ચે વર્લ્ડ ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે.

આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના સમાચારે ફેન્સના દિલ તોડી દીધા છે.ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે. જેના કારણે તેના ફેન્સ ખુબ જ નિરાશ છે.

તેના કરિયરની છેલ્લી મેચ દરમિયાન રોસ ટેલર રડતો જોવા મળ્યો હતો. રોસ ટેલરે નેધરલેન્ડ સામે ત્રીજી વનડે ઇન્ટરનેશનલ મેચમાં સોમવારના હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ તરફથી તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી,

જેમાં તેણે 14 રન બનાવ્યા હતા. દર્શકોએ ઉભા થઈ રોસ ટેલરનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રગીત દરમિયાન રોસ ટેલરના બાળકો મેકેંઝી, જોંટી અને એડિલેડ તેની સાથે ઉભા હતા. જ્યારે રોસ ટેલર મેદાનમાં ઉતર્યો અને પરત ફર્યો ત્યારે નેધલેન્ડના ખેલાડીઓ તેની બંને તરફ ઉભા રહીને તેનું સન્માન કર્યું હતું.

રોસ ટેલરે વર્ષ 2006 માં ન્યુઝીલેન્ડ માટે પોતાની પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેના આગામી વર્ષ તેણે પહેલી ટેસ્ટ રમી. રોસ ટેલેરે 112 ટેસ્ટ મેચમાં 19 સદીની મદદથી 7683 રન બનાવ્યા. ટેલરે 236 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 8593 રન બનાવ્યા અને 102 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 1909 રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed