કળયુગ માં એક સાથે 100 ગૌ માતા જીવતી સળગી ગઈ – જય ગૌ માતા લખીએ

0

કળયુગ માં એક સાથે 100 ગૌ માતા જીવતી સળગી ગઈ, – જય ગૌ માતા લખીએ, ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદની ઝૂપડપટ્ટી વિસ્તારોમાં આજે બપોરે ભીષણ આગની ગોઝારી ઘટના બની હતી. જે સ્થળ પર આગ લાગી હતી ત્યા એક ગૌશાળા પણ આવેલી છે.

હિંડન નદીના કિનારે ઝુપડાઓમાં લાગેલી ભીષણ આગને લીધે ઓછામાં ઓછી 100 ગાય સળગીને મૃત્યુ પામી હોવાની માહિતી મળી છે. મથુરા અને આગ્રામાં પણ આગ લાગવાની અન્ય એક ઘટનામાં કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતો સામાન બળીને રાખ થઈ ગયો છે.

જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. મથુરાના વૃંદાવનમાં કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બીજી બાજુ આગ્રાના દયાલબાગમાં સવારે સાડા આઠ વાગે ગ્રીન ગેસ લાઈનમાં આગ લાગી હતી.આગ એટલી ભીષણ હતી કે તેની પાછળ બનેલી ગૌશાળા પણ તેની ઝપટમાં આવી ગઈ હતી.

અહીં મોટી સંખ્યામાં ગાયો હતી, આ ઘટના બનતા ગૌશાળાના માલિકે અનેક ગાયોને બચાવી લીધી હતી. શ્રી કૃષ્ણા ગૌસેવાના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે આગ લાગવાની આ ઘટનાને લીધે 100તી વધારે ગાયો સળગીને મૃત્યુ પામી છે. ધૂમાડાને લીધે આજુબાજુ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોથી લાગી તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. પણ એવું માનવામાં આવે છે કે નજીકમાં રહેલા કચરાના ઢગલામાંથી આ આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed