ગુજરાત ના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-AAP વચ્ચે થવા જઈ રહ્યું છે ગઠબંધન? નરેશ પટેલ નું નામ આગળ- જાણો અહીં

0

ગુજરાત ના સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનમુદ્દે દાવો થઈ રહ્યો છે, રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો મળ્યા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના સાંજ સમાચારે કરેલા દાવા પ્રમાણે, પ્રશાંત કિશોરે આ સમગ્ર મામલે મધસ્થી કરી શકે છે, તો સૂત્રો દ્વારા એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે, પ્રશાંત કિશોર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સેતુરૂપ બની શકે છે.

છેલ્લા બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે જાણકારોના મત મુજબ નરેશભાઈ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્‍પષ્ટ અહેવાલો મળે છે.

એમ કહેવાય છે કે મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે.

આગામી ચૂંટણીમાં નરેશભાઈ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્‍લેટફોર્મ અને ચર્ચા પૂર્ણ થઇ ગઈ હોવાનું ચર્ચાય છે ત્‍યારે દિલ્‍હી ખાતે ગઠબંધનનો પ્રસાદ પણ પ્રથમ હરોળના ભાજપના આગેવાનને ત્‍યાં આરોગાઇ ગયા હોવાના પણ અહેવાલ મળે છે.

ગઈકાલે પણ શહેરના સંખ્‍યાબંધ પત્રકારો તથા મિત્રોએ નરેશ પટેલનું સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો ફોન ડાયવટ થયેલો હતો જોકે નરેશભાઈનું લોકેશન ગાંધીનગર આવી રહ્યા હોવાનું મનાતું હતું ગઈકાલે પણ સ્‍થાનિક ટોચના આગેવાનો સાથે મીટીંગ થયાનું મનાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed