કોરોનાએ ફરી ઉથલો માર્યો, ગુજરાતની આ યુનિવર્સીટીમાં 34 જેટલા વિદ્યાર્થીઓ બન્યા ભોગ- જાણો શું છે આના લક્ષણ

0

ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં 34 જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી જતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

રાજયમાં કોરોનાનાં કેસો નહિવત નોંધાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરના રાયસણ મુકામે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાનો એકદમ વિસ્ફોટ થયો છે. અત્રેની યુનિવર્સિટીમાં એકસાથે 34 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાનો શિકાર બનતા ફફડાટ ફેલાયો છે. જેનાં પગલે આરોગ્ય તંત્ર દ્વારા આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ધામા નાખવામાં આવ્યા હતા.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં અત્યારે અંદાજીત 700 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહ્યા. જે પૈકીના 34 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર દિવસથી શરદી ખાંસી અને તાવની બીમારીમાં સપડાયા હતા. જેમાંથી એક વિદ્યાર્થીની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જેનો કોરોના રિપૉર્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેનાં પગલે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરુપે મોટાભાગના તમામ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાથી 34 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

એકસાથે આટલા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં 15 જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અલગથી આઈસોલેટ કરી દઈ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 20 જેટલી વિદ્યાર્થિનીઓને પણ ગર્લ્સ હોસ્ટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવી છે.

આ તમામ વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીનાં ડોક્ટર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. બીજી તરફ બીજા અન્ય 34 જેટલા વિદ્યાર્થીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તદપરાંત યુનિવર્સિટીમાં કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલ તેમજ યુનિવર્સિટીનાં પ્રવેશદ્વારે કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ લગાવી દેવાયા છે.

જ્યારે હજી પણ ઘણા વિદ્યાર્થીઓનાં રિપોર્ટ આવવાના બાકી હોવાથી આગામી દિવસમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બીજા પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed