નશામાં ધૂત ક્રિકેટરે મને 15 માં માળેથી લટકાવ્યો હતો, ચહલનો ચોંકાવનારો ખુલાસો-ક્રિકેટર નું નામ જાણીને વિશ્વાસ પણ નઈ આવે

0

IPL 2022માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સની સાથે પોતાની આઈપીએલ કરિયર શરૂ કરી હતી. આ વાતની ઓછા ક્રિકેટ ચાહકોને જાણ હશે. ચહલને 2011માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાથે જોડ્યો હતો.

પરંતુ ત્રણ સિઝન સુધી તેમણે માત્ર એક જ મેચમાં રમવાની તક મળી. મુંબઈ ઈન્ડિયન્સની સાથે 3 વર્ષમાં ચહલની કેટલાક ખેલાડીઓની સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી પરંતુ આ ટીમની સાથે રહેવા દરમિયાન એક ઘટના એવી ઘટી હતી જેણે હડકંપ મચાવી દીધો હતો.

રાજસ્થાન રૉયલ્સે પોતાના યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આર અશ્ચિન, ચહલ અને કરૂણ નાયક ક્રિકેટને લઈને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વાતચીત દરમિયાન ચહલએ એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યુ કે કેવી રીતે 2013ના આઈપીએલ દરમિયાન તેમનો જીવ સંકટમાં આવી ગયો હતો.

યુઝવેન્દ્ર ચહલએ આ વીડિયોમાં કહ્યુ, મે આ સ્ટોરી ક્યારેય કોઈને કહી નથી, પરંતુ હવે લોકો આ વિશે જાણી લેશે. આ આઈપીએલ 2013ની વાત છે, જ્યારે હુ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. અમારી એક મેચ બેંગલોરમાં હતી.

મેચ બાદ એક પાર્ટી હતી તો ત્યાં એક વિદેશી ખેલાડી હતો જે દારૂના નશામાં ચકનાચૂર હતો, હુ તેનુ નામ આપીશ નહીં. તે ખૂબ જ વધારે નશામાં હતો, તે ઘણા લાંબા સમયથી મને ઘૂર્રી રહ્યો હતો. પછી તેણે મને તેની પાસે બોલાવ્યો.

ચહલએ આગળ કહ્યુ, તે વિદેશી ખેલાડી મને બહાર લઈ ગયો અને મને 15 માં માળની બાલ્કનીમાંથી લટકાવ્યો. મારા બંને હાથ તેના ગળામાં લપેટાયેલા હતા. જો મારી પકડ થોડી પણ ઢીલી પડી જાત તો હુ 15 મા માળે હતો.

ત્યાં ઘણા લોકો હતા. જેમણે આ ઘટનાને જોઈ. તેઓ તાત્કાલિક આવ્યા અને પરિસ્થિતિને સંભાળી લીધી. હુ બેહોશ થઈ ગયો હતો. પછી મને લોકોએ પાણી પીવડાવ્યુ. તે દિવસે મને સમજાયુ કે બહાર જતા સમયે આપણે કેટલુ જવાબદાર થવુ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed