ભારતને મળ્યો શોએબ અખ્તર જેવો ફાસ્ટ અને ઘાતક બોલર, સ્પીડ એવી કે સારા સારા ના પરસેવા પાડી દીધા

0

ભારતને મળ્યો શોએબ અખ્તર જેવો ફાસ્ટ અને ઘાતક બોલર, સ્પીડ એવી કે સારા સારા ના પરસેવા પાડી દીધા, તેણે આ મેચમાં એટલું સારું પ્રદર્શન કર્યુ છે કે હવે કોઈ પણ વ્યક્તિ તેની તુલના પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર સાથે કરી રહ્યું છે. એવામાં હવે ક્રિકેટ પ્રેમીઓનુ કહેવુ છે કે ટીમ ઈન્ડિયાને શોએબ અખ્તર જેવો ઘાતક બોલર મળી ગયો છે. તો ટીમના પૂર્વ ખેલાડી રવિ શાસ્ત્રીએ પણ આ ખેલાડીની ભારતીય ટીમ તરફથી રમવા માટે મ્હોર લગાવી દીધી છે. તેમણે આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે.

અમે વાત કરી રહ્યાં છે હૈદ્રાબાદના સ્ટાર બોલર ઉમરાન માલિકની. તેઓ ભલે શરૂઆતમાં સારી બોલિંગ ના કરી શક્યા હોય. પરંતુ તેમણે રાજસ્થાનના બેટરોને તેમની બોલિંગથી ખૂબ હેરાન કર્યા છે. ઉમરાન માલિકે આ મેચમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનુ કારનામુ કર્યુ છે. ત્યારબાદ મલિક ફરી એક વખત સિઝનમાં સૌતી ફાસ્ટ બોલિંગ કરનારા બોલર બની ગયા છે.

ઉમરાન મલિકે રાજસ્થાન રૉયલ્સ vs સનરાઈઝર્સ હૈદ્રાબાદની મેચમાં રાજસ્થાનની બે મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી. તેમણે રાજસ્થાનના દેવદત્ત પડિક્કલ અને જોસ બટલરની વિકેટ લીધી. જો કે, તેમની 4 ઓવરની સ્પેલમાં તેમણે 38 રન પણ આપ્યા અને બંનેની કિમતી વિકેટ પણ પોતાના ફાળે કરી. દેવદત્ત પડિક્કલને તો ઘાતક બોલિંગથી આઉટ કર્યો અને રાજસ્થાનના આ સ્ટાર બેટરને 41 રન બનાવી પેવેલિયનનો માર્ગ બતાવ્યો.

રવિ શાસ્ત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, ઉમરાન મલિક સતત સારું રમી રહ્યાં છે અને મને તેમનુ વલણ પસંદ છે. ઉમરાન શિખી શકે છે અને તેમને વાસ્તવિક ગતિ પણ મળી છે. જો તેઓ યોગ્ય માર્ગે હિટ કરે છે તો ઘણા બધા બેટરોને પરેશાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed