ટીમ ઇન્ડિયા માંથી કાઢ્યો તો પણ નો સુધર્યા આ ખેલાડી, હવે IPL માંથી પણ થઈ જશે છુટ્ટી? જાણો અહીં

0

ટીમ ઇન્ડિયા માંથી કાઢ્યો તો પણ નો સુધર્યા આ ખેલાડી, હવે IPL માંથી પણ થઈ જશે છુટ્ટી? આઈપીએલ 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની પહેલી મેચમાં તેમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ અત્યંત નબળુ પ્રદર્શન કર્યુ હતુ. મનીષ પાંડેએ ગુજરાત ટાઈટન્સ સામે આ મેચમાં 5 બોલમાં ફક્ત 6 રન બનાવી શક્યા. આની પહેલા મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે IPL રમતા હતા. ત્યારબાદ તેમને આ ટીમે બહારનો રસ્તો બતાવ્યો હતો.

ઘણી વખત તક મળ્યાં બાદ પણ ખેલાડી તેની પહેલાની ભૂલોમાંથી બોધપાઠ લઇ રહ્યો નથી. પહેલા પસંદગીકારોએ આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી ખરાબ પ્રદર્શનના કારણે આઉટ કરી દીધો હતો અને હવે IPLમાંથી પણ આ ખેલાડીને રજા મળી શકે છે. ભારતીય ટીમના ખેલાડી મનીષ પાંડે ઘણા સમયથી નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે.

તેમને ઘણી વખત તક આપવામાં આવી. પરંતુ તેઓ દરેક વખતે ફ્લોપ સાબિત થયા. પસંદગીકારો પહેલા જ મનીષ પાંડેને ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહારનો રસ્તો બતાવી ચૂક્યા છે અને હવે તેમની આઈપીએલ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ પણ ટૂંક સમયમાં તેની બાદબાકી કરી શકે છે.

મનીષ પાંડેને IPL 2022 માટે લખનઉ સુપર જાયન્ટ્સને 4.6 કરોડ રૂપિયામાં ખરીદીને મોટી ભૂલ કરી છે. મનીષ પાંડેને તેની ટીમમાં સમાવેશ કરી લખનઉ સુપરજાયન્ટ્સ માટે મોટુ રિસ્ક સાબિત થઇ શકે છે. મનીષ પાંડેને આ વખતે મેગા ઑક્શનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે ઠુકરાવી દીધી હતી. કારણકે ગત સિઝન મનીષ પાંડેએ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન ના કર્યુ.

તેમના પ્રદર્શનમાં સતત ઘટાડો આવ્યો. મનીષ પાંડે SRH માટે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નથી. મનીષ પાંડેએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 39 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેમણે 44.31ની સરેરાશ અને 126.15ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યાં. મનીષ પાંડે ક્યારેય સ્પર્ધક રહ્યાં નથી અને આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયામાં તેમની એન્ટ્રી થાય છે અને એક્ઝિટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed