પરીક્ષા કેન્દ્રમાં જ હાર્ટએટેક થી ધોરણ 10 ની વિદ્યાર્થીની નું થયું અવસાન, સામે આવ્યું ચોળાવનારું કારણ

0

પરીક્ષા કેન્દ્રમાં જ હાર્ટએટેક થી ધોરણ 10 ની વિદ્યાર્થીની નું થયું અવસાન: હાલમાં ભીષણ ગરમીમાં ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે આવી ગરમીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે ચાલુ પરીક્ષામાં હાર્ટએટેકની મોતનો બીજો કિસ્સો બનતા વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. કર્ણાટકના મૈસૂર જિલ્લામાં પરીક્ષા આપતી વખતે 15 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

તેઓ સરકારી હાઈસ્કૂલ, માદાપુરાની વિદ્યાર્થિની હતી અને મૂળ નજીકમાં આવેલા આકુર ગામની રહેવાસી હતી. આ ઘટના સોમવારે બની હતી. અનુશ્રી (ઉં.વ.15) તા.નરસીપુરા શહેરમાં આવેલા વિદ્યાડે હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રના પરીક્ષાખંડમાં હાજરી આપવા માટે આવી હતી. અહીં પરીક્ષા શરૂ થયાને લગભગ 7 મિનિટ થઈ હતી કે અનુશ્રી પોતાની સીટ પરથી નીચે પડી ગઈ હતી. તેના અચાનક પડી જવાથી મોટો અવાજ આવ્યો.

ત્યાં પહોંચેલા લોકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેની મૃત જાહેર કરી હતી. પરીક્ષા ખંડમાં હાજર સ્ટાફે જણાવ્યું કે પરીક્ષા શરૂ થયાના લગભગ 6થી 7 મિનિટમાં જ અનુશ્રી ખુરશી પરથી ચક્કર ખાઈને ઢળી પડી.ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.

ભીષણ ગરમીમાં પરીક્ષા આપવા જતા ધોરણ 10ના વિદ્યાર્થીઓએ અમુક કામ કરવાની ડોક્ટરોએ સલાહ આપી છે જેથી કરીને આવી ઘટનાઓથી બચી શકાય.ડોકટરો જણાવી રહ્યાં છે કે ગરમીમાં પુષ્કળ પાણી પીવું જોઈએ તેમજ પરીક્ષાનું જરા સરખું પણ ટેન્શન ન રાખવું જોઈએ. ગરમીમાં તબિયત પર વધારે ધ્યાન આપો, તેમજ લીંબુ શરબતનો વધારે ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed