બોક્સ ઓફીસ પર RRR નો ધમાકો, મચાવી એવી ધમાલ કે તૂટ્યા ભલભલા રેકોર્ડ, જાણો અહીં કેટલી કરી ચૂક્યું છે કમાણી

0

રિલીઝ થયાના બીજા જ દિવસે ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. RRRએ પહેલા દિવસે વર્લ્ડ વાઈડ 240 કરોડની કમાણી કરી, પરંતુ બીજા દિવસે આ આંકડો વધીને 340 – 350 કરો સુધી પહોંચી ગયો છે.

હિંદીમાં RRRએ બીજા દિવસે 26.5 કરોડ, તેલુગૂમાં 32 કરોડ અને અન્ય ભાષાઓમાં લગભગ 110 કરોડની કમાણી કરી છે. આ બધા આંકડાઓનો સરવાળો કરીએ તો RRRનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 340 કરોડ થાય છે.

તરણ આદર્શે એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે ‘RRR’ પ્રથમ દિવસના કલેક્શનના મામલે ઓસ્ટ્રેલિયામાં ‘બેટમેન’ને પાછળ છોડીને નંબર-1નું સ્થાન મેળવ્યું છે. ‘RRR’એ ઓસ્ટ્રેલિયામાં પહેલા દિવસે 4.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, ‘RRR’ એ ન્યૂઝીલેન્ડમાં પણ સારો બિઝનેસ કર્યો છે, જ્યાં ફિલ્મે શરૂઆતના દિવસે 37.07 લાખ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, ફિલ્મે શરૂઆતના દિવસે યુકેમાં 2.40 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.

RRRમાં બોલિવુડનાં સુપર સ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટે અં મુખ્ય ભૂમિકા નિભાવી છે. સાઉથથી લઈને બોલિવુડ સુધીનાં સ્ટાર્સથી ભરેલ આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ઘણા લોકો એવા પણ છે જેમણે RRને બાહુબલી કરતા પણ સારી જણાવી છે. લોકોનું કહેવું છે કે RRR માસ્ટરપીસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed