ભારતની શેરની એ તો દુનિયા માં કોઈ ન કરી શક્યું એવું કરી બતાવ્યું, બનાવી દીધો એકદમ ખાસ વર્લ્ડ રેકોર્ડ

0

કેપ્ટન મિતાલી રાજે પણ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની સાથે સાથે ટીમ ઇન્ડિયા માટે હાફ સેન્ચ્યુરી સ્કોર કરી, આ દાવની સાથે મિતાલીએ એક નવો ઈતિહાસ પણ રચ્યો હતો. મિતાલી રાજ મહિલા વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઉંમરમાં અને સૌથી મોટી ઉંમરમાં હાફ સદી સ્કોર કરનાર મહિલા ખેલાડી બની ગઈ છે.

આ સાથે જ મહિલા વર્લ્ડ કપમાં રનનાં મામલામાં પણ મિતાલી રાજ બીજા સ્થાન સુધી પહોંચી ગઈ છે. મિતાલી રાજના નામે હવે 38 વર્લ્ડ કપ મુકાબલામાં 1321 રન થઇ ગયા છે. જ્યારે પહેલા નંબર પર ન્યૂઝીલેન્ડની પૂર્વ મહિલા ખેલાડી ડેબી હોકલે 45 મેચમાં 1501 રન સાથે છે.

પહેલી વાર મિતાલી રાજે વર્ષ 2000નાં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. સંયોગથી તે વર્લ્ડ કપ પણ ન્યૂઝીલેન્ડમાં જ રમવામાં આવ્યો હતો અને મિતાલી રાજે પોતાની પહેલી હાફ સેન્ચ્યુરી પણ 17 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જ ફટકારી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશ્વ કપ મુકાબલામાં એક વાર ફરી ભારતીય કપ્તાન મિતાલી રાજનો અનુભવ ટીમને ઘણો કામ લાગ્યો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઓપનિંગ ભાગીદારી બાદ ટીમ ઇન્ડિયાએ સતત 2 વિકેટ 2 ઓવરનાં સમયમાં જ ગુમાવી દીધી હતી, જ્યાર બાદ કપ્તાન મિતાલી રાજ પોતે મોરચો ઉઠાવતા ભારત માટે રમવા ઉતરી.

મિતાલી રાજ લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો છે, તે ભારત માટે વર્ષ 1999થી ક્રિકેટ રમી રહી છે. અત્યાર સુધી 23 વર્ષની ક્રિકેટ કરિયરમાં મિતાલી રાજે ઘણા રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

ભારતીય કેપ્ટન મિતાલીએ અત્યાર સુધી 231 વન ડે મેચ રમી છે, તે મહિલા ક્રિકેટમાં વન ડે ફોર્મેટની ટોપ સ્કોરર છે, મિતાલી રાજને નામ 231 વન ડે મુકાબલાનાં 210 દાવમાં 50.56ની સરેરાશે 7737 રન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed