યુક્રેન ના રાષ્ટ્રપતી ને જોઈએ છે અમેરિકા ની આ વસ્તુ , પણ રશિયા ની ટેકનિક સામે …..

0

જેલિન્સ્કી ઇ મેગી અમેરિકા ની જેવલિન મિસાઇલ. રશિયાની ટેકનિક સામે યુક્રેનની સ્માર્ટનેસ ભારે પડી,રશિયાનો મુકાબલો કરવા યુક્રેનને રોજની 500 જેવલિન મિસાઇલની જરુર આ પોર્ટેબલ મિસાઇલથી યુક્રેન રશિયાને ખૂબ પરેશાન કર્યુ છે.યુક્રેનના શહેરો પર બોંબમારો કરીને રશિયાએ ખોખરા કરી નાખ્યા હોવા છતાં યુક્રેનના આત્મવિશ્વાસને તોડી શકયો નથી. રશિયા જેવી વિરાટ મહાસત્તા સામે યુક્રેન તાકાતમાં વામણું છે પરંતુ યુધ્ધમાં છેલ્લા એક મહિનાથી રશિયાને ટકકર આપી છે એટલું જ નહી રશિયાને નુકસાન પહોંચાડયું છે તે જોતા ટેકનિક સામે સ્માર્ટનેસ ભારે પડી રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર જેલેંસ્કીએ ભીષણ યુધ્ધમાં રશિયાને પાઠ ભણાવવા અમેરિકાને જવેલિંન અને સ્ટિંગર મિસાઇલો આપવા અનુરોધ કર્યો છે. એમાં પણ જેવલિન મિસાઇલ રોજની 500 જેટલી આપવાની વિનંતી કરી છે.યુક્રેન યુદ્ધ મા જેવલિન મિસાઈલ ખૂબ જ સફલ સબિત થાઈ.એક માહિતી મુજ.બ 2017માં અમેરિકાએ યુક્રેનને જવેલિન મિસાઇલો વેંચી હતી પરંતુ યુધ્ધ કટોકટીમાં તાત્કાલિક 50 મિલિયન ડોલરની કિંમતની 300 જેટલી આ એન્ટી ટેંક મિસાઇલો આપી છે. આ એન્ટીટેંક મિસાઇલોએ માત્ર ટેંકો જ નહી ફાઇટર પ્લેનને પણ ફૂંકી માર્યા છે. જવેલિન એક પોર્ટેબલ મિસાઇલ છે જેને હાથમાં એક સૈનિક હાથમાં રાખીને પણ છોડી શકે છે.

અમેરિકા આ મિસાઇલો અફઘાનિસ્તાન યુધ્ધસીરિયા કટોકટી લીબિયા અને ઇરાક યુધ્ધમાં પણ ઉપયોગ કરી હતી. આ મિસાઇલો પોતાના ઇન્ફ્રારેડ ગાઇડેંસ સિસ્ટમથી દુશ્મનનો પીછો કરે છે. આ મિસાઇલ ફાયર કર્યા પછી સૈનિકને સલામત ખસી જવાનો પણ સમય મળી રહે છે. અમેરિકી સેના 1996 થી 2019 સુધીમાં 5000થી વધુ જવેલિન મિસાઇલ ફાયર કરી છે.
2.50 કિમી સુધીના નિશાનને અત્યંત અસરકારક રીતે ફાયર કરે છે. ત્યાર પછી તે ગુરુત્વાકર્ષણના કારણે જમીન તરફ પડવા લાગે છે.આ હાથવગી મિસાઇલનો ઉપયોગ કરીને યુક્રેન ફાઇટર પ્લેનોને પરેશાન કરશે એવું તો રશિયાએ પણ વિચાર્યુ ન હતું. યુક્રેને દાવો કર્યો હતો કે પોતાનો દેશ યુધ્ધ શસ્ત્રોની અછત સામે ઝઝુમી રહયો છે. નાતો કહ્યુ કે મોટો પ્રમાન મા મિસાઈલ મોકલ્વમ એવે છે.

નાટોએ 17 હજાર એન્ટી ટેંક મિસાઇલો અને 2 હજાર એન્ટ્રીક્રાફટ મિસાઇલો આપી અત્યાર સુધી નાટોએ 17 હજાર એન્ટી ટેંક મિસાઇલો અને 2 હજાર એન્ટ્રીક્રાફટ મિસાઇલો આપી છે. બેલ્જિયમના બ્રેસેલ્સમાં નાટો દેશોની બેઠકના પ્રથમ દિવસે વિડીયો કોન્ફન્સિંગથી સંબોધન કરતા જેલેંસ્કીએ નાટો પાસે નાટોના શસ્ત્ર ભંડારના માત્ર 1 ટકો શસ્ત્રો આપવા જણાવ્યું તે ઘણું ચર્ચાસ્પદ છે. જેમકે નાટો પાસે 20 હજાર જેટલી ટેંકો છે તેમાંની એક ટકો એટલે 200 ટેંકો આપવા કહયું હતું.

યુધ્ધમાં આમ તો કોઇ જ ડિમાંડ કે સહાય જાહેરમાં હોતી નથી. તે ગુપ્ત રીતે ચાલતું રહે છે પરંતુ જેલેંસ્કી ખુલ્લેઆમ શસ્ત્રોની માંગણી કરી રહયા છે એટલું જ નહી યુક્રેન પાસે શસ્ત્રોની અછત હોવાનું કબૂલે છે. તેમ છતાં રશિયાનો મુકાબલો પણ કરે છે. જેલેંસ્કીની લિડરશીપ વિશિષ્ટ પ્રકારની છે. 30 દિવસ પહેલા કોમેડિયનની ટીકા સહન કરનાર હવે યુધ્ધ હીરો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed