ગુજરાતની આ એકમાત્ર શાળા જે બાળકોને ભણાવે છે એવું જે કોઈ પણ નથી ભણાવતું, જાણીને સેલ્યુટ કરશો

0

ગુજરાતની એકમાત્ર એવી શાળા જે બાળકોને ભણાવે છે ભારતનું બંધારણ, કારણ જાણીને સેલ્યુટ કરશો.આદિવાસીઓ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી ભારતનું બંધારણ ભણાવવામાં આવી રહ્યુ છે.

આપણે બધા જાણીએ છે કે બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ બનાવ્યુ છે. બંધારણ દિવસ આવે એટલે આપણે આ વાતને યાદ કરીએ છીએ. પણ કોઈને ભારતનુ બંધારણ કેવુ છે, તેમાં કેવા હક અને અધિકારોનું વર્ણન કરાયુ છે તે વિશે માહિતી નથી. લોકો આ વિશે અજાણ છે. બાળકોમાં નાની વયે જ બંધારણનું શિક્ષણ આવે તે માટે ગુજરાતના આદિવાસી સમાજે પહેલ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો નવતર પ્રયોગ કરાયો છે. આદિવાસીઓ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય.

આદિવાસી નેતા કલ્પેશ પટેલ ગામના ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં આદિવાસી હક માટે સમુદાયને કેટલા બધા અધિકારો આપ્યા છે અને અનેક લાભકારી કાયદાઓ બનાવ્યા છે, તેની આજદિન સુધી અમને કોઈ જાણકારી જ ન હતી. ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ મને આ અધિકારોની જાણ થઈ. આદિવાસીની હવે પછીની પેઢી અત્યારથી જ તેમને બંધારણમાં મળેલા અધિકારો અને પોતાના હક પ્રત્યે જાગૃત થાય અને તેઓને સંપૂર્ણ જાણકારી મળી રહે તે હેતુથી મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયતે 14 માર્ચ, 2021 ના રોજ રૂઢિગત ગામસભામાં ઠરાવ કર્યો હતો. જે મુજબ હવે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed