ધોની નો સૌથી મોટો ખુલાસો , તમામ લોકો ની સામે ખોલ્યું મોટું રહસ્ય – જાણી ને દંગ રહી જશો

0

ધોની એ કરીયો સૌથી મોટો ખુલાસો. તમામ લોકોની સામે જણાવ્યું કોણ છે તેમની જિંદગીમાં નંબર-1.ધોની હાલમાં સીએસકેના સ્પોન્સર ઈન્ડિયા સીમેન્ટ્સની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. અહીં ધોનીને તેના ફેન્સ દ્વારા એક અંગત પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ સવાલનો જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

ચેન્નાઈ સુપર કિંગની ટીમ આઈપીએલ 2022ની ઓપનિંગ મેચની તૈયારી કરી રહી છે. 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ અને કોલકાતા નાઈડર્સની વચ્ચે પહેલી મેચ રમાશે. આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે અને તે આઈપીએલ 2022નો કપ ફરી એકવાર જીતવા માટે સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. આઈપીએલ પહેલા સીએસકેના કેપ્ટન એમએસ ધોનીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.ધોની તેમની ચતુરાઈ સાથ ખૂબ જ જાણીતો છે.

ધોની હાલમાં સીએસકેના સ્પોન્સર ઈન્ડિયા સીમેન્ટ્સની એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. અહીં ધોનીને તેના ફેન્સ દ્વારા એક અંગત પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ સવાલનો જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. વાસ્તવમાં ફેન્સે ધોનીને પૂછ્યું, ‘બધા જાણે છે કે તમે નંબર-1 છો. તમે દરેક ક્ષેત્રમાં નંબર-1 છો, પરંતુ જ્યારે તમે ઘરે જાઓ છો, ત્યારે કોણ નંબર-1 છે. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, ‘તમારી આસપાસના દરેકને જુઓ, બધા હસી રહ્યા છે, કારણ કે બધા જાણે છે કે ઘરમાં ગયા પછી પત્ની નંબર-1 છે.’ ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સીએસકેના મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માયુક્ત કેપ્ટનશીપમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. ધોનીની કપ્તાનીમાં ટીમ ચાર વખત આઈપીએલ ખિતાબ પર કબ્જો કરી ચુકી છે. જ્યારે, પોતાના શાંત અને ચતુર મનથી તેમણે CSK ટીમ માટે ઘણી મેચો જીતાડી છે. તેમની પાસે હારેલી મેચ જીતવાની કળા છે. આ વખતે પણ ટીમ ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. સીએસકે કુલ 4 વક્ત ચેમ્પિયન બની છે અને આ વક્તે ફરિથી ચેમ્પિયન બનવા આવી ગઈ છે

આ વર્ષે IPLમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ 10 ટીમોને બે અલગ-અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે, 2011 પછી IPL ઇતિહાસમાં બીજી વખત આવો મોકો મળ્યો છે, જ્યાં ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed