અનસોલ્ડ રહેલ સુરેશ રૈના ને મળી મોટી જવાબદારી, રવિ શાસ્ત્રી મળીને IPL માં કરશે આ મોટું કામ

0

અનસોલ્ડ રહેલ Mr. IPL સુરેશ રૈનાને મળી આ જવાબદારી, રવિ શાસ્ત્રી સાથે મળીને IPLમાં કરશે આ કામ.Mr IPL તરીકે ઓળખાતા સુરેશ રૈનાને 2022ની આઈપીએલ સીઝનમાં કોઈ ટીમે ન ખરીદતા ક્રિકેટ ચાહકો નિરાશ પણ થયા હતા અને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે ક્રિકેટ ફેન્સ માટે હવે સારા સમાચાર આવી રહ્યાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 15મી સીઝનમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પણ જોવા મળી શકે છે.જો કે આ વખતે તેનો રોલ અલગ અને નવો હશે. તેમના સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ આઈપીએલની આગામી સિઝનમાં અલગ ભૂમિકામાં જોવા મળશે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈના અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી IPLની આગામી સિઝનમાં કોમેન્ટેટર તરીકે જોડાશે. આ પ્રથમ વખત હશે, જ્યારે રૈના કોમેન્ટેટર તરીકે જોવા મળશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ મેગા ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યાં હતા. IPL સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, ‘તમે બધા જાણો છો કે, સુરેશ રૈના આ વખતે IPLનો ભાગ નહીં હોય પરંતુ અમે તેને કોઈ રીતે ટૂર્નામેન્ટ સાથે જોડવા માં ગતા હતા. સૌથી વધુ રન અને ઝડપી બેટિંગ સ્કીલની સાથે તેમની ઘણી મોટી ફેન ફોલોઈંગ પણ છે અને આ જ કારણ છે કે તેઓ મિસ્ટર IPL તરીકે ઓળખાય છે.

જ્યારે રવિ શાસ્ત્રી સ્ટાર સ્પોર્ટ્સ ઈંગ્લીશ કોમેન્ટ્રી ટીમનો ભાગ હતા પરંતુ તેમણે 2017માં ભારતના મુખ્ય કોચ બન્યા બાદ કોમેન્ટ્રી કરી ન હતી.જ્યારે સુરેશ રૈના 2008થી આ લીગનો પાર્ટ રહ્યાં છે, તેમણે 205 મેચ અને 1 શતક,39 અર્ધશતકની મદદથી 5528 રન બનાવ્યા છે. આ સિવાય તેમણે 25 વિકેટ પણ લીધી છે. આ સિવાય તે ગુજરાત લાયન્સ ટીમની કેપ્ટનશી પણ સંભાળી ચુક્યાં છે. આ સિવાય રવિ શાસ્ત્રી એક વિશેષતજ્ઞ જૂમ પર હિન્દીની શિક્ષા પણ લઇ રહ્યાં છે. તે સીઝન પહેલાં કોમેન્ટ્રી રિહર્સલ પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed