પાકિસ્તાનમાં ભૂલથી થયેલ મિસાઈલ ફાયરિંગ અંગે ભારતના બચાવમાં આવ્યું અમેરિકા, જાણો શું કહ્યું?

0

પાકિસ્તાનમાં ભૂલથી થયેલ મિસાઇલ ફાયરિંગ મુદ્દે ભારતના બચાવમાં આવ્યું અમેરિકા, જુઓ શું કહી દીધું.પાકિસ્તાને હાલમાં જ ભારતે તેના એરસ્પેસનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં 124 કિમી અંદર ભારત તરફથી ઓબ્ઝેક્ટ ખાનેવાલ જિલ્લામાં પડ્યું હતું. જો કે, તેના પર ભારતે સ્પષ્ટીકરણ આપ્યું હતું અને ટેકનિકલ ખામીના કારણે આ ઘટના ઘટી હતી. હવે અમેરિકા પણ ભારતના પક્ષમાં આવી ગયું છે. જણાવી દઈએ કે, અમેરિકાએ કહ્યું કે, આ ફક્ત એક આકસ્મિક ઘટના હતી, આ જાણી જોઈને કરેલો અટેક નથી.

એજન્સીના જણાવ્યા અનુસાર અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પાઈસે કહ્યું કે, અમારી પાસે આ પ્રકારના સંકેતો નથી.આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું.ભારતે પણ કહ્યું છે કે, આ એક દુર્ઘટના સિવાય અન્ય કંઈ નથી.ભારતે શુક્રવારે કહ્યું હતું કે, 2 દિવસ પહેલા ભૂલથી એક મિસાઈલ લોન્ચ થઈ હતી અને તે પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ ભૂલથી થયેલી ઘટના હતી. જે નિયમિત પ્રેક્ટિસ દરમિયાન એક ટેકનિકલી ખામીના કારણે થઈ હતી.ભરત દ્વાર એ ભુલ સ્વીકરાવમા એવી આને માફી માંગી.

તો વળી પાકિસ્તાને કહ્યું કે, આ મિસાઈલની આકસ્મિક અટેકથી ભારતની સ્પષ્ટતા પર સંતુષ્ટ નથી. સાથે જ પાકિસ્તાને ઘટનાની આસપાસના તથ્યોને સટીક રીતે સ્થાપિત કરવા માટે એક સંયુક્ત તપાસની માગ પણ કરી છે. આ મામલે ચીને પણ દખલ કરી હતી.ચીને આ ઘટના પર તપાસની માગ કરતા કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને ટૂંક સમયમાં વાતચીત કરવી જોઈએ અને હાલમાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારત તરફથી એક મિસાઈલ આવી પડી તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.થોડા દિવસ પહેલા ભૂલથી એક મિસાઈલ પાકમાં પડી હતી.ભારતે આપી સ્પષ્ટતા, પાક નાખુશ.અમેરિકા ભારતના સપોર્ટમાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed