વર્લ્ડકપ માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મીથાલી રાજ એ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણીને ગર્વ કરશો

0

વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે બનાવ્યો અનોખો રેકોર્ડ, દુનિયાની પહેલી આવી ખેલાડી બની. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિથાલી રાજે કેપ્ટન તરીકે સૌથી વધારે વર્લ્ડ કપમાં મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિથાલી રાજે શનિવારે ઈતિહાસ રચ્યો છે. હવે તે પોતાની આ મેચ જીતીને આ રેકોર્ડ વધારે ખાસ બનાવવા માંગશે.

તેમણે ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ મેચમાં ઉતરતા જ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મિથાલી વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધારે 24 મેચ રમનાર દુનિયાની સૌથી પહેલી ખેલાડી બની ગઈ છે.

આ મામલામાં તેમણે ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા કપ્તાન બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ પણ તોડ્યો છે. બેલિન્ડાએ કેપ્ટન તરીકે વર્લ્ડ કપમાં 23 મેચ રમી છે. જોકે બીજી મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી.

જો મિથાલી રાજ પોતાની કપ્તાનીમાં વેસ્ટઇન્ડીઝ સામે જીતે છે, તો તે જીતનાં મામલામાં શેરોનને પણ પાછળ છોડી દેશે. જીતનાં મામલામાં બેલિન્ડા ક્લાર્ક અત્યારે ટોપ પર છે. તેણે 23માંથી 21 મેચ જીતી છે.

મહિલા વર્લ્ડ કપ 2022 સીઝન ન્યુઝીલેન્ડની જામ,ઈન પર રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મેચમાં જીત હાસિલ કરી હતી.મિથાલી રાજની જ કપ્તાનીમાં ટીમે પાકિસ્તાનને 107 રનહી હાર અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed