જાડેજાનો દિવાનો થયો પાકિસ્તાની ખેલાડી, કર્યું એવું કે જાણીને તમે પણ બાપુના વખાણ કરશો

0

પ્રેક્ટિસ દરમિયાન નંબર-1 ઓલરાઉન્ડર એક્શનમાં શાહીન આફ્રિદીએ બોલિંગ કરી. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ શનિવારથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.

આ મેચને લઈને બંને ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી નેટ્સ પર સ્પિન બોલિંગ કરતા જોવા મળ્યા હતા.

શાહીન નેટ્સ પર ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના એક્શનની કોપી કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

ઘણા ફેન્સે આ વીડિયો ટ્વીટ કર્યો છે અને આફ્રિદીના સ્પિન-એક્શનની સરખામણી જાડેજા સાથે કરી છે. રોકસ્ટારના નામથી જાણીતા રવીન્દ્ર જાડેજા તાજેતરમાં જ ICC ટેસ્ટ રેન્કિંગ્સમાં વિશ્વના નંબર 1 ઓલરાઉન્ડર બન્યા છે.

તેમણે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને પાછળ છોડીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જાડેજાએ મોહાલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાની વિરુદ્ધ રેકોર્ડ 175 રનની અણનમ ઈનિંગ રમી હતી.

એ પછી મેચની બંને ઈનિંગ્સમાં તેમણે કુલ 9 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં સર જાડેજાએ 5 અને બીજી ઈનિંગ્સમાં 4 શ્રીલંકાના ખેલાડીઓને આઉટ કર્યા હતા.

શાહીન શાહ આફ્રિદી રાવલપિંડી ટેસ્ટમાં 30 ઓવરની બોલિંગમાં 88 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આફ્રિદીએ અત્યારસુધી રમેલી 22 ટેસ્ટ મેચમાં 24.35ની સરેરાશથી કુલ 88 વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed