બઔદરી રોકવા ગયો તો આ પાકિસ્તાની પ્લેયરનું ગ્રાઉન્ડમાં જ પેન્ટ ફાટી ગયું- વિડીયો વાયરલ

0

બાઉન્ડરી રોકવા જતા મસૂદે એવી ડાઈવ મારી કે પેન્ટ ફાટી ગયું, મેદાન વચ્ચે તે શરમાઈ ગયો

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં જોવાજેવી થઈ હતી. રાવલપિંડીમાં નીરસ જણાતી મેચમાં બંને ટીમના બેટર્સે રનોનો વરસાદ કર્યો હતો.

તેવામાં મેચના પાંચમા દિવસે બાઉન્ડરી રોકવા જતા પાકિસ્તાની ખેલાડીનું પેન્ટ ફાટી ગયું હતું. જેને જોતા દર્શકોથી લઈ ખેલાડી પણ બે ઘડી હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

જેના પાંચમા બોલ પર ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટર એલેક્સ કેરીએ શાનદાર શોટ માર્યો હતો. તેવામાં ચોગ્ગો બચાવવાના પ્રયાસમાં પાકિસ્તાનના સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડ શાન મસૂદે જોરદાર ડાઈવ લગાવી હતી. જોકે આ એફર્ટ દરમિયાન તેનું પેન્ટ ફાટી જતા સ્ટેડિયમમાં જોવાજેવી થઈ હતી.

જો મેચની વાત કરીએ તો પાકિસ્તાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યારપછી પાકિસ્તાને દાવ ડિક્લેર કરી ઓસ્ટ્રેલિયાને રમવાનું આમંત્રણ આપ્યું હતું.

જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 140.1 ઓવરમાં 459 રન કર્યા હતા. આ દરમિયાન ઉસ્માન ખ્વાજાએ 97, લાબુશેને 90, સ્ટીવ સ્મીથે 78, ડેવિડ વોર્નરે 68 અને કેમરૂન ગ્રીને 48ની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન માટે નુમાન અલીએ 6 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 252 રન કરી દીધા હતા. ત્યારે બંને ટીમે પાંચમા દિવસના અંતે ડ્રો મેચ જાહેર કરી હતી. બીજી ઈનિંગમાં ઈમામે 111 રન અને અબ્દુલ્લા શફીકે 136 રન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed