ઇન્ડિયન ટીમ અણધાર્યો બદલાવ આ ગુજરાતી સ્ટાર ખેલાડી ની ટીમ માં એન્ટ્રી

0

IND vs SL : ટીમ ઈન્ડિયામાં મોટો બદલાવ, આ સ્ટાર સ્પિનરને બદલે ગુજરાતી ખેલાડીને મળી એન્ટ્રી

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરૂમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે પોતાની સ્કવોડમાં ફેરફાર કર્યો છે. સ્પિનર કુલદીપ યાદવને ભારતીય ટીમે મુક્ત કરી દીધો છે.

ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ટીમમાં કર્યો ફેરફાર
ભારતીય ટીમે સ્પિનર કુલદીપ યાદવને મુક્ત કર્યો.અક્ષર પટેલની ભારતીય ટીમમાં થઈ વાપસી.

ક્રિકબજની રિપોર્ટ મુજબ, અક્ષર પટેલ મોહાલીમાં ભારતીય ટીમના કેમ્પ સાથે જોડાઈ ગયા છે. BCCIએ જ્યારે ટીમની જાહેરાત કરી હતી ત્યારે અક્ષર પટેલ અંગે જાણકારી આપવામાં આવી હતી કે અક્ષર પટેલ અત્યારે વાપસીમાં છે અને તેઓ પ્રથમ મેચ માટે તૈયાર નથી.

અક્ષર પટેલે તેની અંતિમ મેચ ડિસેમ્બર, 2021માં ન્યુઝીલેન્ડની સામે રમી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે અક્ષર પટેલની ટીમમાં વાપસી થઇ છે ત્યારે કુલદીપ યાદવને ટીમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અક્ષર પટેલનો ટેસ્ટ રેકોર્ડ.કુલ મેચ- 5,ઈનિંગ- 10,વિકેટ-36,સરેરાશ- 11.86.

મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે ઉતરી હતી. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા સિવાય જયંત યાદવ ટીમનો ભાગ હતા. એવામાં બેંગલોરમાં પણ જો ત્રણ સ્પિનર ઉતરે છે તો અક્ષર પટેલને તક મળી શકે છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી મેચ બેંગલોરમાં રમાશે. જે એક ડે-નાઈટ ટેસ્ટ હશે. 12 માર્ચથી આ મેચ શરૂ થશે. જે બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે મોહાલી ટેસ્ટમાં શ્રીલંકાને ઈનિંગ અને 222 રનથી મ્હાત આપી દીધી છે અને શ્રેણીમાં 1-0થી વધુ બઢત મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed