ભારતનો દબદબો: યુદ્ધ વચ્ચે આખા વિશ્વને મોટી આશા, PM મોદી કરશે આ મોટું કામ

0

યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વને ભારત પાસે મોટી આશા, આજે PM મોદી ફોન પર કરશે ઝેલેન્સકી સાથે વાત.

Russia Ukraine યુદ્ધ નાં 12 માં દિવસે આજે PM મોદી અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે તેવી અધિકૃત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

રશિયા યુક્રેન યુદ્ધનો આજે 12 મો દિવસ. PM મોદી સાથે વાતચીત કરશે ઝેલેન્સકી.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 12 મો દિવસ છે. રશિયા કે યુક્રેન બંનેમાંથી એકેય ટસનાં મસ નથી થઈ રહ્યા એવામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાના છે.

રશિયન આર્મીએ ચાલુ કાર પર ચડાવી દીધી ટેન્ક, બીજી બાજુ યુક્રેનની મહિલાએ રશિયન સૈનિકને ધમકાવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાતચીત કરશે. 26 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત ઝેલેન્સકી સાથે વાત કરી હતી.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લેવા અંગે ઝેલેન્સકી અને મોદીની વાતચીત થઈ હતી. ઝેલેન્સકીએ આ સમયગાળા દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી.

ભારત યુએનમાં રશિયા વિરુદ્ધ મતદાનથી દૂર રહ્યું.
રુસો-યુક્રેન યુદ્ધ પર ભારતનું વલણ મહત્વપૂર્ણ છે. ભારતે યુક્રેનિયન નાગરિકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને યુક્રેનને માનવતાવાદી સહાય મોકલી છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ ઠરાવ કરવાનું ટાળ્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની ભારત તરફથી રાજકીય સમર્થનની માંગ કરી હતી તો સામે પીએમ મોદીએ શાંતિ પ્રયાસોમાં કોઈપણ પ્રકારનું યોગદાન આપવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed