લગ્નમાં માતમના દ્રશ્યો, આખું ગામ ચિકન-મટન ખાતા થયું એવુ કે જાણીને આંખો ફાટી જશે

0

આખું ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવ્યું એ સ્થળના વીડિયો, ચિકન-મટન બાદ દૂધીનો હલવો ખાતાં મહેમાનોની તબિયત બગડી

નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે, જેમાં 1221 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. ત્યારે જે સ્થળે ભોજન સમારંભ રખાયો હતો ત્યાંના વીડિયો સામે આવ્યા છે. એમાં જોવા મળે છે કે જ્યાં ભોજન બનાવ્યું એ સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે.

લોકોએ ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું એ હજુ પણ હટાવ્યું નથી. આજે એના એ જ સ્થળે વેજ જમણવાર પણ યોજાવાનો હતો. કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો ​​​​​​હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું હતું. જ્યારે તમામ લોકોની સારવારનો ખર્ચ પણ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો છે. આ અંગે વાત કરતા કરતા તેઓ રડી પડ્યા હતા.

કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો​ હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું.
તમામ લોકોની સારવારનો ખર્ચ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો.

દાવતમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. જમવામાં મટન બાદ, દૂધીનો હલવો, ફૂટ્સ સલાટ જેવી વાનગીઓ ખાતાં એકાએક લોકોને ઊલટીઓ થવાનું શરૂ થતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ વાનગી જે સ્થળે બનાવી એના વીડિયો સામે આવ્યા છે. એમાં જોઇ શકાય છે કે સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે.

લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ અંગે દર્દી મહમદભાઈએ જણાવ્યું હતું કે જમવાને આવ્યા બાદ અચાનક ઊલટીઓ થવા લાગી હતી. મારા પરિવારમાં કુલ પાંચ લોકોને ઊલટીઓ થવા લાગી. એમાં ત્રણ દીકરી અને બાકીનાં પરિવારજનોને ઊલટીઓ થતાં સારવાર માટે આવ્યા છીએ. મને પણ અસર થઈ હતી, ઇન્જેક્શન લીધા બાદ સારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed