પુતીનના વિરોધમાં તો છેવટે નગ્ન થઈ યુવતીઓ અને કર્યો એનોખો વિરોધ- જુઓ અહીં

0

છાતી પર લખ્યું, યુદ્ધ રોકો, કોણ છે પુતિનના વિરોધમાં ટોપલેસ થયેલી મહિલાઓ

છાતી પર લખ્યું, પુતિન યુદ્ધ અટકાવો, યુક્રેન માટે શાંતિ
યુરોપીય દેશ સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક નારીવાદ જૂથની સભ્ય મહિલાઓએ ટોપલેસ થઈને પુતિન અને રશિયાની વિરૃદ્ધ ભારે દેખાવ કર્યો હતો. નારીવાદી જૂથ ફેમેન સાથે જોડાયેલી આ મહિલાઓએ 3 માર્ચ, 2022 ના રોજ સ્પેનના મેડ્રિડમાં રશિયન દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. મહિલાઓની ખુલ્લી છાતી પર ‘પુતિન્સ સ્ટોપ ધ વોર’ અને ‘શાંતિ ફોર યુક્રેન’ જેવા વાક્યો લખેલા હતા. શરીર પર બોડી પેઇન્ટિંગ્સની સાથે સાથે દેખાવકારોએ હાથમાં ફૂલોના ગુલદસ્તા પણ રાખ્યા હતા. તેના વાળમાં પણ ફૂલો હતાં.

ઓસ્ટ્રેલિયામાં પણ રશિયન નાગરિકોએ પુતિનના વિરોધમાં કર્યું પ્રદર્શન. તાજેતરમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણા રશિયન નાગરિકોએ રશિયન દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું અને વિરોધમાં તેમના પાસપોર્ટ સળગાવી દીધા હતા.

નારીવાદી જૂથ ઘણા સમયથી રશિયાનો વિરોધ કરી રહ્યાં છે. ફેઇમને 2012માં યુક્રેન પર રશિયાના દબાણ સામે નિવેદન બહાર પાડ્યું હતું. પછી ફીમેને કહ્યું કે તેનો ધ્યેય યુક્રેનિયન છોકરીઓમાં નેતૃત્વ, બૌદ્ધિક કૌશલ્ય વિકસાવવાનું છે જેથી કરીને યુક્રેનની વધુ સારી છબી બનાવી શકાય.

નારીવાદી જૂથ ફેમેનની સ્થાપના ૨૦૦૮ માં યુક્રેનમાં કરવામાં આવી હતી. જો કે આ ગ્રુપ હવે ફ્રાન્સથી ઓપરેટ થઇ રહ્યું છે. ફેમેન રશિયા દ્વારા યુક્રેનને ધમકી આપવા બદલ રશિયા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પહેલેથી જ આકરી ટીકા કરી રહી છે. ફેમેનનું સૂત્ર છે કે ‘મારું શરીર મારું હથિયાર છે.’ ફેમેન કહે છે કે આપણો ભગવાન સ્ત્રી છે. અમારું આ ધ્યેય પ્રદર્શન કરવાનું છે અને અમારું શસ્ત્ર ખુલ્લી છાતી છે.

જૂથનો દાવો છે કે તેમનું લક્ષ્ય મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનું છે. જૂથ આક્રમક ઝુંબેશ અને ડિજિટલ મીડિયા દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed