બજેટમાં ગુજરાતના ખેડૂતો માટે થઈ મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

0

બજેટમાં ગુજરાતના ખેડૂતો માટે નવી યોજનાઓની કરાઈ જાહેરાત, જાણો માહિતી

રવી તેમજ ઉનાળુ પાક માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આગામી સમયગાળામાં રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ.
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.
ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. ૮૧ કરોડ.

ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. ૫૪ કરોડડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. ૩૫ કરોડ.ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. ૩૨ કરોડ.

વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.૨૦ કરોડ.
કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. ૧૫ કરોડ.
રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. ૧૦ કરોડ.
કૃષિ યુનિવર્સિટીઓ

કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઇ રૂ. ૭૫૭ કરોડ.
વિવિધ યોજનાઓ માટે કરાયેલી જાહેરાતો

નર્મદા યોજના માટે 26090 કરોડની જોગવાઈ.કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ.ગૌમાતા યોજના માટે 500 કરોડ.
બાગાયત માટે 360 કરોડ.સાગર ખેડૂત 230 કરોડ.

પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ.
મધક્રાંતિને વેગ આપવા 10 કરોડ.
કમલમ ડ્રેગન ફૂડ માટે 10 કરોડ.

બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.તો આ સાથે જ મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed