બિહાર બોંબ્લાસ્ટ માં 10 લોકોના થયા મોત, હજી પણ ઘણા કાટમાળમાં દટાયેલ છે – ઓમ શાંતિ લખીએ

0

ભાગલપુરમાં બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ, 14નાં મોત:ચાર મકાન ધરાશાયી, 12 કલાક પછી પણ ઘણા લોકો કાટમાળમાં દબાયેલા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

પોલીસને કાટમાળમાંથી 5 કિલો ગનપાઉડર અને મોટા પ્રમાણમાં લોખંડની ખીલ્લીઓ મળી

બિહારના ભાગલપુરમાં બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મૃત્યુ થયા છે. શહેરના કાજવલી ચક વિસ્તારમાં ગુરુવારે રાતે લગભગ 11.30 વાગ્યે થયેલા બ્લાસ્ટાના કારણે ચાર ઘર ધરાશયી થયા હતા. તેના કાટમાળમાં હજી પણ લોકો દબાયેલા છે. તેમને કાઢવાની કોશિશ હજી ચાલુ જ છે. વિસ્ફોટમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસને કાટમાળમાંથી 5 કિલો ગનપાઉડર અને મોટા પ્રમાણમાં લોખંડની ખીલ્લીઓ મળી છે. આ કારણે પોલીસ બોમ્બ બ્લાસ્ટના એન્ગલથી પણ ઘટનાની તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ IBએ ભાગલપુર પોલીસને આ અંગે ચેતવી હતી.

વિસ્ફોટથી લગભગ 5 કિલોમીટર સુધીના વિસ્તારને અસર થઈ હતી. દસ હજાર પરિવાર ભયમાં જ રાત પસાર કરી હતી. ઘટના પર પીએમએ શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું બિહારના ભાગલપુરમાં બ્લાસ્ટથી થયેલા જાનહાનિના સમાચાર દુઃખદ છે.

હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું. ઘટના અંગે મુખ્યમંત્રી નીતીશ કુમારજી સાથે પણ વાત થઈ છે. પ્રશાસન રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યું છે અને પીડિતોને શક્ય તેટલી તમામ સહાય અપાઈ રહી છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસનાં 4 ઘર ધરાશાયી થઈ ગયા હતા. વિસ્ફોટના કારણે લગભગ 5 કિમીનો વિસ્તાર હચમચી ગયો હતો. બ્લાસ્ટ નવીન મંડલ અને ગણેશ મંડલના ઘરની વચ્ચે થયો છે. વિસ્ફોટ કોના ઘરે થયો છે એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક લોકો આઝાદ કહી રહ્યા છે. કેટલાક લોકો નવીન અને ગણેશનું નામ લઈ રહ્યા છે. પોલીસને કાટમાળમાંથી 5 કિલો દારૂગોળો અને મોટી સંખ્યામાં લોખંડની ખીલીઓ મળી છે.

થોડા દિવસ પહેલાં IBએ પણ ભાગલપુર પોલીસને એલર્ટ કરી હતી. બ્લાસ્ટનો ભોગ ઘણાં ઘર બન્યાં છે, આ કારણે આ મામલો શંકાસ્પદ પણ લાગી રહ્યો છે. પોલીસ બોમ્બબ્લાસ્ટના એન્ગલની પણ તપાસ કરી રહી છે.

ઘાયલોની સરવાર ભાગલપુરની માયાગંજ હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધરાશાયી થયેલા મકાનોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. વિસ્ફોટ દરમિયાન હાજર પાડોશી નિર્મલ સાહ ઉર્ફે લડ્ડૂએ જણાવ્યું કે પરિવારના તમામ સભ્ય ખાવાનું ખાઈને ઘરમાં સૂઈ રહ્યા હતા. એ પણ ઘરની બહાર બેઠા હતા, ત્યારે મોટા અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed