BAPS એ PM મોદીની અપીપ બાદ પોલેન્ડ બોર્ડરે ભારતીયો ને કંઈક આ રીતે કરી મદદ- જાણીને અંદરથી ખુશી થશે

0

PM મોદીની અપીલ બાદ સ્વયંસેવકો પહોંચ્યા પોલેન્ડ સરહદે, મોબાઇલ કિચન વાનથી 1000 ભારતીયને ભોજન પીરસ્યું, રહેવાની વ્યવસ્થા પણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ વિદ્યાર્થીઓની જમવાની વ્યવસ્થા કરાઈ.
રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. (સ્વામિનારાયણ સંસ્થા)ના સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના જોડાઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે BAPSએ જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં અને ગઈકાલે બી.એ.પી.એસ.ના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે. મોબાઈલ કિચન વાનથી 1000 જેટલા ભારતીયોને ભોજન પીરસ્યું છે. આ સાથે જ રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને વિદ્યાર્થીઓની સેવામાં લાગી ગયા છે. સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન પીરસ્યું હતું.

કારમી ઠંડીમાં માઈનસ ત્રણ-ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે. સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંફ આપીને બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને નવી જિંદગી આપી રહ્યા છે.

બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ
ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને આત્મીયતાપૂર્વક મદદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed