યુક્રેનથી સુરત પહોંચેલા 6 વિદ્યાર્થીઓ તેના વાળીને વળગીને રોવા લાગ્યા, રોતા રોતા કહ્યું એવું કે જાણીને આખો ફાટી જશે

0

યુક્રેનના ચીનીવિસીયાથી 6 વિદ્યાર્થીઓ સુરત પહોંચ્યા છે. સુરત સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માતા-પિતાને મળતાની સાથે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોતાની દીકરીને ગાડીમાંથી ઉતરતાની સાથે જ માતાને ભેટીને હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

છેલ્લા આઠ દસ દિવસથી પોતાની દીકરીની ચિંતા કરનાર વાલીઓના આંખોમાં અશ્રુધારા જોવા મળી હતી. યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે પોતાના બાળકોને હેમખેમ જોતાની સાથે જ વાલીઓ પણ ભાવ થયા હતા અને ગળે ભેટીને જાણે ભગવાનનો આભાર માનતા હોય તે રીતે સાંત્વના આપતા જોવા મળ્યા છે.

પરિવારજનોએ કહ્યું કે અમારી દીકરી ઘરે પરત ફરી રહી છે. તેની વાત સાંભળતાની સાથે જ અમે રોમાંચિત થઇ ગયા હતા. આખી રાત તેમની રાહ જોતા હતા ત્યારે સવાર થાય અને ક્યારે અમારી પુત્રીને અમારા દીકરાને જોઈ શકીએ.

અમે અમારા સંતાનોને જોવા માટે આતુર છીએ. અત્યારે તેઓ સુરત ખાતે પહોંચી ગયા છે ત્યારે અમે નિશ્ચિંત થયા છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે દેશના તમામ બાળકો કે જેઓ ત્યાં ફસાયા છે તેમને ઝડપથી પરત લાવવામાં આવે.

જે રીતે મને મારા દીકરા અને સંતાનોની ચિંતા હતી તેવા અન્ય માતા-પિતાને પણ તેમને ખૂબ ચિંતા થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ઝડપથી એવા તમામ દીકરાઓ કે જે ત્યાં ફસાયા છે એમને પરત લાવવા માટેની હું સરકારને અપીલ કરું છું.

ધ્વનિ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યારે અમારા અનેક મિત્રો ત્યાં હજી પણ ફસાયેલા છે. તેમને ઝડપથી લાવવા જોઈએ કારણ કે તેમની પાસે અત્યારે એવી કોઈ સુવિધા નથી અને તેને કારણે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

ત્યાં વિદ્યાર્થીઓ પાસે અત્યારે ખાવા પીવાની પણ કોઈ વ્યવસ્થા નથી અમે જ્યારે તેમની સાથે છેલ્લી વખત વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે પોલેન્ડમાં પણ તેમને શહેરથી અંદર આવવા દેવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે તેઓ નીકળ્યા હતા ત્યારે તેઓ સરળતાથી પોલેન્ડની અંદર સુરક્ષિત પ્રવેશી જશે એવી માનસિકતા હશે પરંતુ ત્યાં જઈને જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે તેઓ પોતે પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

કલાકો સુધી તેઓ ત્યાં રસ્તા ઉપર જતા રહ્યા છે પરંતુ તેમને અંદર લઈ જવામાં આવ્યા નથી. બીજી તરફ કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ હજી પણ યુનિવર્સિટીની હોસ્ટેલોમાં રોકાયા છે. કેટલાય વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી બંકરની બહાર નીકળી શક્યા નથી.

તેવા હજારો વિદ્યાર્થીઓ હજી પણ ત્યાં છે અને હવે તો યુદ્ધ વધારે આક્રમક થઈ રહ્યું છે ત્યારે તેમના માતા-પિતાને પણ ખૂબ તેમની ચિંતા થઈ રહી છે. અમારા ખૂબ જ નજીકના મિત્રો છીએ અમે સતત સંપર્કમાં રહ્યા હતા.

પરંતુ અમે પછી યુક્રેનના વિસ્તારમાં હોવાને કારણે અમારા ત્યાં સ્થિતિ કાબુમાં હતી અને અમે ખૂબ જ ઝડપથી સુરત પરત ફરી શક્યાં છીએ પરંતુ તેમના માટે પરત ફરવું અમને અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે.

યુક્રેનથી સુરત પરત ફરેલી 19 વર્ષીય પૂજા અશોકભાઈ પટેલે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હું યુક્રેનના ચેનીવિત્સી શહેરમાં આવેલી બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. હું ગત ડિસેમ્બર મહિનામાં જ યુક્રેન અભ્યાસ માટે ગઈ હતી.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખૂબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખૂબ ચિંતિત હતાં. હજુ યુદ્ધ વધુ વણસે તેવા ભયના ઓથાર હેઠળ મારા ઘણાં મિત્રો, સહાધ્યાયીઓ જીવી રહ્યાં છે.

કિવ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં રશિયા દ્વારા બોમ્બમારો થઇ રહ્યો છે. ભોજન, પીવાના પાણી અને વિજળીની ખૂબ સમસ્યા અનુભવી હતી. ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમને સહાય પૂરી પાડવામાં આવી રહી હતી, અને શક્ય તેટલા વિદ્યાર્થીઓને એમ્બેસી દ્વારા ભારત પરત મોકલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વિમાન વ્યવસ્થા કરી હતી. જે બદલ અમે સરકારના આભારી છીએ.

યુક્રેનના ચેનીવિત્સી શહેરમાં રહેતી અને બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની આરશ્વી કલ્પેશભાઈ શાહ સુરત પરત આવતાં જ આંસુભર્યા ચહેરે માતાપિતાને ભેટી પડી હતી.

આરશ્વીએ ગળગળા અવાજે આપવિતી વર્ણવતાં કહ્યું કે, ભારતીય એમ્બેસી દ્વારા ગત તા.15મી ફેબ્રુઆરીથી જ સમય ગુમાવ્યા વિના યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ અન્ય દેશોની દરમિયાનગીરીથી યુદ્ધ નહીં થાય.

ભારતમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો બિનજરૂરી અને નેગેટિવ પ્રચાર થાય છે તેવું ઘણાં વિદ્યાર્થીઓ માનતા હતા, પણ યુદ્ધની ભીતિ સાચી પડી, ઉપરાંત વિમાનની ટિકિટના ભાવ પણ વધતાં જતા હતા અને ટિકિટ મળતી નહોતી.

આ સ્થિતિમાં અમુક વિદ્યાર્થીઓ સમયસૂચકતા વાપરીને ભારત પરત આવી ગયાં, ત્યારબાદ રશિયાના યુક્રેન પર હુમલાઓ વધતા ઘણાં સ્થળોએ રોડ- રેલવે માર્ગ બંધ થવાથી ભારત આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનની ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે ભારત પરત આવી શક્યા છીએ. તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

સુરત આવેલી 19 વર્ષીય દીકરી તુલસી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું યુક્રેનની બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિ.માં તબીબીક્ષેત્રનો અભ્યાસ કરૂ છું. અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં અન્ય વિસ્તારો કરતાં બહેતર પરિસ્થિતિ હતી.

પરંતુ અમારા મિત્રો રહે છે ત્યાં સ્થિતિ વિકટ બની છે. હજુ અમારા ઘણા મિત્રો યુક્રેનમાં ફસાયેલા છે. તુલસીએ ભારતીયોને વતન લાવવાના પ્રયાસો કરનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રાલયના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

પૂજાના પિતા અશોકભાઈ પટેલ જણાવે છે કે, મારી દીકરી પૂજાને હેમખેમ સુરત પરત આવેલી જોઇને અતિ આનંદ થઈ રહ્યો છે. અમે દીકરીના સતત સંપર્કમાં હતાં અને સ્થાનિક ધારાસભ્યો-સાંસદઓને રજૂઆત કરી હતી. જેમણે ઉમદા સહયોગ આપી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી અમારી ચિંતા જણાવી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ખૂબ ઋણી છીએ કે જેમણે યુક્રેનથી ભારત લાવીને અમારા સંતાનોને ઉગારી લીધા છે.

સુરત આવેલા વિદ્યાર્થીઓમાં તુલસી પરેશભાઈ પટેલ, પૂજા અશોકભાઈ પટેલ, ધ્વનિ પ્રમોદભાઈ પટેલ, સ્વીટી ગુપ્તા, ધોળા સાહિલ જગદીશભાઈ, આરશ્વી કલ્પેશભાઈ શાહનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાને મળતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

વિદ્યાર્થીઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આંસુભર્યા ચહેરે આપવિતી વર્ણવી હતી. તા.૨૬મીએ-શનિવારે ભારત પહોંચેલા સુરતના 6 વિદ્યાર્થીઓને સુરતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી.

દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed