એક તો તેમની મદદ કરી તો પણ મહેસાણા ના વિદ્યાર્થીઓ ‘ઓપરેશન ગંગા’ ની મજાક ઉડાવે છે, જુઓ વિડીયો-તમારું આમાં શુ કહેવું છે

0

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. બાળકોના ફોન ન લાગતા માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઈ છે. પોતાના વહાલસોયાની ત્યાં શું સ્થિતિ હશે તેની કંલ્પના કરતા અનેક માતા-પિતા રડી રહ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ ચલાવી રહી છે. આ અંતર્ગત ઘણા ભારતીઓને બહાર કઢાયા છે અને હજુ બીજા લોકોને લવાઈ રહ્યા છે. આવામાં એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે.

જેમાં બસમાં બેઠેલા ભારતીયો આટલી ગંભીર સ્થિતિની મજાક ઉડાવે છે. બચાવી લો…. બચાવી લો… ની હસતાં હસતાં બૂમો પાડી રહ્યા છે. આ વીડિયો વાઈલર થતા અનેક લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો કહી રહ્યા છે કે ઓપરેશન ગંગાની આ તે કેવી મજાક, આમને અધવચ્ચેથી જ પરત મોકલો. આ વાઈરલ વીડિયોમાં રહેલા વિદ્યાર્થીઓ મહેસાણાના છે.

વીડિયો વાઈરલ થતા વિદ્યાર્થીઓના વાલીઓએ ભાસ્કરના રિપોર્ટરને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મદદ મળતા અને ઉત્સાહમાં આવી જઈને વિદ્યાર્થીઓ આવું બોલી ગયા છે. તેમનો ઇરાદો આવો ન હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed